સુરેન્દ્રનગરમાં 3 વર્ષના બાળકના અપહરણની ઘટના આવી સામે, પૂર્વ પતિએ અપહરણ કર્યુ હોવાનો માતાનો આક્ષેપ, જુઓ વીડિયો
સુરેન્દ્રનગરમાં 3 વર્ષના બાળકના અપહરણની ઘટના સામે આવી છે. એક્ટિવા લઇને આવેલા 2 શખ્સો 3 વર્ષના બાળકનું અપહરણ કરીને ફરાર થઇ ગયા હોવાની ઘટના બની છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ વિભાગ દોડતુ થયુ હતું.પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે
સુરેન્દ્રનગરમાં 3 વર્ષના બાળકના અપહરણની ઘટના સામે આવી છે.એક્ટિવા લઇને આવેલા 2 શખ્સો 3 વર્ષના બાળકનું અપહરણ કરીને ફરાર થઇ ગયા હોવાની ઘટના બની છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ વિભાગ દોડતુ થયુ હતું.પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે બાળકની માતાના પૂર્વ પતિએ બાળકનું અપહરણ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે છૂટાછેડા બાદ પત્નીએ અન્ય વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા. અને સુખી લગ્નજીવન જોઇ ન શકતા પૂર્વ પતિએ બાળકનું અપહરણ કર્યું હોવાનો આરોપ બાળકની માતાએ લગાવ્યો છે.હાલ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.અને પોલીસે પૂર્વ પતિ સહિત અપહરણ થયેલા બાળકની શોધખોળ હાથ ધરી છે.
દ્વારકામાં બાળકીનું બોરવેલમાં ફસાતા મોત
તો બીજી તરફ ગઈકાલે દેવભૂમિ દ્વારકાના રાણ ગામે બોરવેલમાં બાળકી ફસાઈ હોવાની ઘટના બની હતી.તંત્રની 9 કલાકની ભારે જહેમત બાદ આખરે તેને બહાર તો કાઢી લેવામાં આવી હતી. પરંતુ તે જીંદગીથી હારી ગઈ હતી.બાળકી 100 ફૂડ ઉંડા બોરવેલમાં 30 ફૂડની ઉંડાઇ પર ફસાઇ ગઇ હતી.તો ઘટનાની જાણ થતા 108ની ટીમ તેમજ દ્વારકા, ખંભાળિયા, જામનગર અને અમદાવાદ સહિત ફાયરની 6 ટીમ સ્થળે પહોંચી હતી.
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
આજે આ રાશિના લોકોની કિસ્મત ખુલશે, જીવનસાથી તરફથી મળશે ખાસ સરપ્રાઇઝ
અમિત શાહ વિશે આનંદીબેન પટેલે ઈશારા-ઈશારામાં કહી દીધી આ મોટી વાત- Video
ગ્લોબલ સ્પોર્ટ્સ હબ બનાવવાની દિશામાં અમદાવાદ, 2030 CWG માટે તૈયારીઓ
