કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે દીવમાં INS ‘ખુકરી’ મેમોરિયલ સહિતના વિકાસના કાર્યોનું લોકાર્પણ કર્યું

|

Jun 11, 2022 | 10:19 PM

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે(Amit Shah) દીવમાં INS 'ખુકરી' મેમોરિયલ સહિતના વિકાસના કાર્યોનું લોકાર્પણ કર્યું છે. દેશવાસીઓ હવે INS ખુકરી મેમોરિયલની મુલાકાત લઈ તેના ભવ્ય વારસાથી માહિતગાર થઈ શકશે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે(Amit Shah)  દીવમાં INS ‘ખુકરી’ (INS khukri) મેમોરિયલ સહિતના વિકાસના કાર્યોનું લોકાર્પણ કર્યું છે. દેશવાસીઓ હવે INS ખુકરી મેમોરિયલની મુલાકાત લઈ તેના ભવ્ય વારસાથી માહિતગાર થઈ શકશે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, શહીદોની વિરતાનું આ પ્રતિક છે સાથે જ તેમણે વિદ્યાર્થીઓ અને યુવાનોને આ મેમોરિયલની મુલાકાત લેવા અપીલ પણ કરી.તો બીજી તરફ અમિત શાહે કોંગ્રેસને આડેહાથ લીધી. અમિત શાહે ભારતમાં જ બનતા શસ્ત્રો મુદ્દે પ્રહાર કર્યા કે, કોંગ્રેસના જમાનામાં દેશી કટ્ટા બનતા હતા.જ્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનમાં ટેન્કો બની રહી છે.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દીવની મુલાકાતે છે. દીવમાં અમિત શાહની અધ્યક્ષતામાં પશ્ચિમ ઝોનલ કાઉન્સિલની બેઠક મળી. જેમાં ગુજરાત અને ગોવાના મુખ્યપ્રધાન અને મહારાષ્ટ્રના ઉદ્યોગ પ્રધાન ઉપસ્થિત રહ્યાં. આ ઉપરાંત ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી, મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી, ત્રણેય રાજ્યોની ચીફ સેક્રેટરી અને ગૃહ સચિવ હાજર રહ્યાં હતા. આ બેઠકમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ વચ્ચે સરહદી સુરક્ષા અને સલામતિને લઈ સંકલન સાધવા અંગે મંથન કરાયું. તો બીજી તરફ દરિયાઈ માર્ગે મોટી માત્રા ડ્રગ્સ અને નશીલા પદાર્થની હેરાફેરીને રોકવા ખાસ એક્શન પ્લાન ઘડાયો.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે દીવમાં ભાજપના સ્થાનિક આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક કરી હતી. દીવના સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી બેઠકમાં દમણ અને દાદરા નગર હવેલીના ભાજપના પદાધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના આગમનને લઈ દીવમાં સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

Published On - 10:09 pm, Sat, 11 June 22

Next Video