Rajkot: રાજકોટમાં કેમિકલ માફિયાઓના પાપે ખેડૂતો પરેશાન, નદીમાં ફીણ ઉભરાવવા લાગ્યુ, જુઓ Video

| Edited By: | Updated on: Sep 19, 2023 | 4:47 PM

રાજકોટમાં આવા જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. રાજકોટ વિસ્તારમાં જીઆઈડીસી વિસ્તારમાં કેમિકલયુક્ત પાણી નદીમાં છોડવામાં આવી રહ્યુ છે. રાતૈયા ગામની સિમમાં જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, એ ખૂબ જ ચોંકાવનારા છે. નદીમાં રીતસરના ફીણ સર્જાઈ રહ્યા છે. વિસ્તારના સ્થાનિકો કહી રહ્યા છે, જીઆઈડીસીમાંથી કેમિકલયુક્ત પાણી નદીમાં છોડવામાં આવી રહ્યુ છે. સ્થાનિક ખેડૂતો કહી રહ્યા છે કે આ આરોગ્ય અને ખેતી બંને માટે ખૂબ જ નુક્શાન કારક છે.

કેમિકલ માફિયાઓને જાણે કે લોકોના આરોગ્યની અને ખેતીની કોઈ જ પરવા ના હોય એવી દ્રશ્યો ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં જોવા મળતા હોય છે. રાજકોટમાં આવા જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. રાજકોટ વિસ્તારમાં જીઆઈડીસી વિસ્તારમાં કેમિકલયુક્ત પાણી નદીમાં છોડવામાં આવી રહ્યુ છે. રાતૈયા ગામની સિમમાં જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, એ ખૂબ જ ચોંકાવનારા છે. નદીમાં રીતસરના ફીણ સર્જાઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ Sunsar Falls: સુનસર ધોધના નયનરમ્ય નજારાને માણવા સહેલાણીઓ ઉમટ્યા, વરસાદી માહોલમાં સુંદર દ્રશ્યો સર્જાયા, જુઓ Video

નદીમાં પાણી નહીં પરંતુ કેમીકલ અને ફીળ વહેતુ હોય એવો અહેસાસ થઈ રહ્યો છે. વિસ્તારના સ્થાનિકો કહી રહ્યા છે, જીઆઈડીસીમાંથી કેમિકલયુક્ત પાણી નદીમાં છોડવામાં આવી રહ્યુ છે. સ્થાનિક ખેડૂતો કહી રહ્યા છે કે આ આરોગ્ય અને ખેતી બંને માટે ખૂબ જ નુક્શાન કારક છે. પાંચ થી સાત જેટલા ગામડાના ખેડૂતો માટે આ કેમિકલયુક્ત પાણી નુક્શાનકારક છે. કેમિકલના કારખાના ધરાવતા સંચાલકો જ આ પ્રકારનુ પાણી નદીમાં છોડવામાં આવી રહ્યુ છે. આઠ થી દશ વર્ષથી આ પ્રકારની સ્થિતિ અહીં જોવા મળી રહી છે. ચોમાસામાં આ સ્થિતિ વધુ વકરી રહી છે અને સ્થાનિકો અને ખેડૂતો હવે કેમિકલ માફિયાઓ સામે રોષ ઠાલવી રહ્યા છે.

રાજકોટ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Sep 19, 2023 04:46 PM