Breaking News : અમદાવાદમાં ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત ! રાત્રે 12થી સવારે 10 વાગ્યા સુધીમાં કુલ 20 ફ્લાઈટ રદ,જુઓ Video
અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ્સ રદ થવાનો અને મોડી પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. તાજેતરના અહેવાલ મુજબ, અમદાવાદથી ઉપડનારી 17 ફ્લાઇટ્સ અને અમદાવાદ આવનારી 15 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.
અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ્સ રદ થવાનો અને મોડી પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. તાજેતરના અહેવાલ મુજબ, અમદાવાદથી ઉપડનારી 17 ફ્લાઇટ્સ અને અમદાવાદ આવનારી 15 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. આમાં, રાત્રે 12 વાગ્યાથી સવારના 10 વાગ્યા સુધીના સમયગાળામાં કુલ 20 ફ્લાઇટ્સ રદ થઇ હતી.
આ સ્થિતિ માત્ર એક દિવસની નથી. ગઈકાલે પણ ઇન્ડિગોની 69 ફ્લાઇટ્સ રદ થતાં અનેક મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લા બે દિવસમાં, અમદાવાદ એરપોર્ટ પરથી ઇન્ડિગોની 200થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ હોવાનું નોંધાયું છે. આ ઉપરાંત, કેટલીક ફ્લાઇટ્સ 15 કલાક સુધી મોડી પડતાં યાત્રીઓ વિલંબ અને અનિશ્ચિતતાના કારણે હાલાકીમાં મુકાયા છે. આ પરિસ્થિતિને કારણે અમદાવાદ એરપોર્ટ પર યાત્રીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.
જુઓ Video
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી મળેલ અહેવાલ અનુસાર, આજે સવારના 10 વાગ્યાની સ્થિતિ મુજબ, ઈન્ડિગોની કુલ 20 ફ્લાઈટ રદ થઈ છે. જેમાં અમદાવાદથી અન્યત્ર જતી હોય તેવી 22 ફ્લાઈટ અને અન્યત્રથી અમદાવાદ એરપોર્ટ પર આવતી હોય તેવી 17 ફ્લાઈટનો સમાવેશ થાય છે.
તો બીજી તરફ અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોને યોગ્ય સુવિધાઓ મળી રહે તે માટે પણ IRCTC દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. IRCTC દ્વારા એરપોર્ટ પર જ હેલ્પ ડેસ્ક બનાવી કામગીરી હાથ ધરી છે. જેના પગલે મુસાફરોને મદદ મળી શકે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
