Ahmedabad: ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચની બોગસ ટિકિટ ઝડપાઈ, ટિકિટનું વેચાણ થાય તે પહેલા જ ક્રાઈમબ્રાન્ચે કર્યો પર્દાફાશ, જુઓ Video

ભારત-પાકિસ્તાન મેચ (India-Pakistan Match) પહેલા નકલી ટિકિટનો (Fake ticket) જથ્થો ઝડપાયો છે. જેમાં બનાવટી ટિકિટો સાથે ચાર આરોપીઓની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાંચે 150થી વધુ બનાવટી ટિકિટો જપ્ત કરી છે. સારી ક્વોલિટીની પ્રિન્ટિંગવાળી ટિકિટ ઝડપી છે. તેમાં ગેરકાયદે ટિકિટો બ્લેકમાં વેચાય તે પહેલા જ પકડાઈ છે.

Narendra Rathod
| Edited By: | Updated on: Oct 11, 2023 | 3:14 PM

Ahmedabad : ભારત-પાકિસ્તાન મેચ (India-Pakistan Match) પહેલા નકલી ટિકિટનો (Fake ticket) જથ્થો ઝડપાયો છે. જેમાં બનાવટી ટિકિટો સાથે ચાર આરોપીઓની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાંચે 150થી વધુ બનાવટી ટિકિટો જપ્ત કરી છે. સારી ક્વોલિટીની પ્રિન્ટિંગવાળી ટિકિટ ઝડપી છે. તેમાં ગેરકાયદે ટિકિટો બ્લેકમાં વેચાય તે પહેલા જ પકડાઈ છે.

આ પણ વાંચો-Dang : વિહંગમ યોગ સંત સમાજનો શતાબ્દી મહોત્સવ ઉજવાશે, 25000 કુંડીય વિશ્વશાંતિ યજ્ઞ થશે

અમદાવાદના બોડકદેવની ક્રિષ્ના ઝેરોક્ષની દુકાનમાં રેડ કરવામાં આવી હતી. આ દરમિયાન મેચની 108 ડુપ્લીકેટ ટિકિટો, ટિકિટ પ્રિન્ટ કરેલ 25 પેજ કબજે કર્યા હતા. 1 પેજ પર 3 ટિકિટની કલર પ્રિન્ટ બનાવી હતી. રૂપિયા 2000ના દરની બોગસ ટિકિટો બનાવી હતી. ટિકિટ વેચાય તે પહેલા ક્રાઈમ બ્રાન્ચે કરી ઝડપી પાડી છે.

14 ઓક્ટોબરના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી ભારત-પાકિસ્તાનની મેચ જોવાની ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સુકતા છે. જો કે તેમને ઓનલાઇન ટિકિટો મળી નથી રહી. તો બીજી તરફ ઓનલાઇન ટિકિટ ફ્રોડના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અમદાવાદમાં ક્રિષ્ના ઝેરોક્ષ એન્ડ સ્ટેશનરી દુકાનમાં પણ આ પ્રકારની કામગીરી ચાલી રહી હતી.આ બાબતની જાણકારી ક્રાઇમ બ્રાંચને પ્રાપ્ત થઇ હતી.

અત્યાર સુધી આ પ્રકારના અનેક કેસ સામે આવ્યા છે. જેમાં ઓનલાઈન કે ઓફલાઈન આ પ્રકારની ટિકિટ બનાવવામાં આવતી હતી. ત્યારે ભારત-પાકિસ્તાનની મેચ કોઇપણ ભોગે જોવા માગતા ક્રિકેટ રસિયાઓને આવા અપરાધીઓ દ્વારા ટાર્ગેટ કરવામાં આવતા હતા.ત્યારે ક્રાઇમ બ્રાંચ દ્વારા દરોડાની કામગીરી કરીને ગુનો અટકાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
પોરબંદર પોલીસે કુખ્યાત ગેંગલીડર ભીમા દુલાની કરી અટકાયત
પોરબંદર પોલીસે કુખ્યાત ગેંગલીડર ભીમા દુલાની કરી અટકાયત
પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓને લઈને HCએ વ્યક્ત કરી ચિંતા
પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓને લઈને HCએ વ્યક્ત કરી ચિંતા
ઈકો સેન્સિટિવ ઝોન અંગે ખેડૂતો ખોટી ભ્રમણાઓથી રહો દૂર઼- પૂર્વ DCF, ગીર
ઈકો સેન્સિટિવ ઝોન અંગે ખેડૂતો ખોટી ભ્રમણાઓથી રહો દૂર઼- પૂર્વ DCF, ગીર
જસદણના વિરનગર ગામે ચોર વીજ ટ્રાન્સફોર્મર જ ચોરી ગયા
જસદણના વિરનગર ગામે ચોર વીજ ટ્રાન્સફોર્મર જ ચોરી ગયા
રાજકોટમાંથી 461 દારુની બોટલ ઝડપાઈ, પોલીસે 2 લોકોની કરી ધરપકડ
રાજકોટમાંથી 461 દારુની બોટલ ઝડપાઈ, પોલીસે 2 લોકોની કરી ધરપકડ
શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં વિનામુલ્યે ‘ચા પ્રસાદ'નું વિતરણ
શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં વિનામુલ્યે ‘ચા પ્રસાદ'નું વિતરણ
નાસિકથી દિલ્હી ટ્રેન મારફતે મોકલવામાં આવી ડુંગળી, રાહત દરે કરાશે વેચાણ
નાસિકથી દિલ્હી ટ્રેન મારફતે મોકલવામાં આવી ડુંગળી, રાહત દરે કરાશે વેચાણ
રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો
રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
g clip-path="url(#clip0_868_265)">