Gujarati Video : મહેસાણાના વિસનગરમાં રંગોથી નહીં ખાસડા અને શાકભાજીથી રમાય છે ધૂળેટી, Videoમાં જુઓ ખાસડા યુદ્ધ

Gujarati Video : મહેસાણાના વિસનગરમાં રંગોથી નહીં ખાસડા અને શાકભાજીથી રમાય છે ધૂળેટી, Videoમાં જુઓ ખાસડા યુદ્ધ

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 07, 2023 | 2:03 PM

વિસનગરના મંડી બજાર વિસ્તારમાં ધુળેટીના દિવસે વર્ષોથી ખાસડા યુદ્ધની ઊજવણી કરવાની પરંપરા ચાલી આવે છે. જો કે, હવે ખાસડા સાથે શાકભાજી પણ મારવામાં આવે છે.

આમ તો ધૂળેટીને રંગોનું પર્વ માનવામાં આવે છે. લોકો એકબીજા પર કલર, ગુલાલ વગેરે ઉડાડી ઉજવણી કરે છે. પરંતુ મહેસાણાના વિસનગરમાં ધૂળેટી રંગોથી નહીં પણ અનોખી રીતે એકબીજાને ખાસડા મારીને ઉજવવામાં આવે છે. છેલ્લા વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે. ધૂળેટીના દિવસે એકબીજાને રંગો નહી પણ ખાસડા મારવામાં આવે છે. જેને લોકો ખાસડા યુદ્ધ તરીકે પણ ઓળખે છે. માન્યતા છે કે, ઉજવણી દરમિયાન જેને ખાસડુ વાગે તેનું સમગ્ર વર્ષ સારૂ જાય છે.

આ પણ વાંચો : મહેસાણા : વડનગરની શિક્ષિકાની સોટી વાગે ચમચમ થિયરી ઉંધી પડી ! 10 વર્ષીય વિદ્યાર્થિનીને સોટીથી માર મારતા ફરિયાદ દાખલ, જુઓ VIDEO

વર્ષોથી ઉજવવામાં આવે છે અનોખી ધુળેટી

વિસનગરના મંડી બજાર વિસ્તારમાં ધુળેટીના દિવસે વર્ષોની પરંપરા મુજબ ખાસડા યુદ્ધની ઊજવણી કરવામાં આવે છે. જો કે, હવે ખાસડા સાથે શાકભાજી પણ મારવામાં આવે છે. મંડીબજાર વિસ્તારમાં ધુળેટીની વહેલી સવારે તમામ સમાજના લોકોનું જૂથ એકઠું થાય છે અને બંને જૂથોએ સામસામે ખાસડાં તેમજ શાકભાજી ફેંકવાનું શરૂ કરતાં યુદ્ધ જેવો માહોલ સર્જાય છે. ત્યારબાદ ચોકમાં ખજૂર ભરેલો ઘડો મેળવવા બંને જૂથો વચ્ચે ઘર્ષણ સર્જા‍ય છે. આ યુદ્ધ પૂરું થયા બાદ વિજેતા જૂથે સમગ્ર વિસ્તારમાં ઘરે ઘરે ફરીને ખજૂરની વહેંચણી કરે છે.

g clip-path="url(#clip0_868_265)">