સરકાર પર હંમેશા માછલા ધોતા વિપક્ષના ધારાસભ્ય સરકારની કામગીરીની પ્રશંસા કરતા જોવા મળ્યા છે. જી હા, કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પ્રથમવાર સરકારની ભરપેટ પ્રશંસા કરતા સાંભળવા મળ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના નિવેદનથી આશ્ચર્ય સર્જાયુ છે. ગેનીબેન ઠાકોરે નડાબેટ સહિત નડેશ્વરી મંદિરના વિકાસ માટે ભાજપ સરકારની પીઠ પણ થાબડી છે. તમને જણાવી દઇએ કે રામનવમીના દિવસે નડાબેટમાં આયોજીત સરકારી કાર્યક્રમમાં ગેની ઠાકોર સરકાર પર મહેરબાન જોવા મળ્યા હતા.
આ પણ વાંચો- Breaking News : RTE પ્રવેશ માટેની તારીખ થઇ જાહેર, 10 એપ્રિલથી ફોર્મ ભરાવવાનું થશે શરૂ
સરકારી કાર્યક્રમના જાહેરમંચ પરથી ગેની ઠાકોરે ભાજપ સરકારની કામગીરીની પ્રશંસા કરી અને ભાજપ સરકારના વિકાસને પગલે નડાબેટ સીમા પર આવેલા નડેશ્વરી માતાના મંદિરને વિશ્વના નકશામાં સ્થાન મળ્યાનો મત વ્યક્ત કર્યો. સાથે જ સ્થાનિક વિસ્તારના વિકાસને પણ ગેનીબેન ઠાકોરે ભાજપ સરકારને આભારી ગણાવ્યો.
એવું નથી કે ગેનીબેન ઠાકોર અગાઉ આવી પ્રશંસા કરી ચૂક્યા છે. પ્રથમવાર એવી ઘટના બની છે કે ગેનીબેન ઠાકોરના મોઢે સરકારના ગુણગાન ગવાતા હોય, ત્યારે અહીં સવાલ એ સર્જાય કે કેમ ગેનીબેન ઠાકોરને સરકાર પર આટલો પ્રેમ ઉભરાયો, શું ખરેખર ગેની ઠાકોર ભાજપના વિકાસથી પ્રભાવિત છે, શું ખરેખર ગેની ઠાકોરને ભાજપના રાજમાં થયેલો વિકાસ દેખાય છે, શું ગેની ઠાકોર આગામી દિવસોમાં કોઇ નવાજૂની કરવાના મૂડમાં તો નથી ને, સવાલો અનેક છે ત્યારે જોવાનું એ રહે છે કે હવે ગેની ઠાકોર આ મામલે શું સ્પષ્ટતા કરે છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…