Video : વડોદરા ગણેશ આગમન યાત્રામાં કથિત પથ્થરમારાની ઘટનામાં પોલીસે કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું..

|

Aug 24, 2024 | 12:10 PM

વડોદરા ગોરવા મધુનગર વિસ્તારમાં ગણેશ આગમન યાત્રા સમયે શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો હતો. જ્યાં યાત્રા દરમિયાન પોલીસની હાજરીમાં કાંકરીચાળો થયો હતો. ગણેશ પ્રતિમા અને ડીજે ના વાહન વચ્ચે ગેપ રહી જતા ઉહાપોહ મચી ગયો હતો.

વડોદરાના ગોરવા મધુનગરમાં ગણેશ આગમન યાત્રામાં નાસભાગ મચી હતી. પોલીસે હાલ આ અંગેની માહિતી આપતા જણાવ્યું છે કે યાત્રા દરમિયાન કેટલાક લોકો એ પથ્થરમારો કર્યો હોવાની અફવા ફેલાઈ હતી. જે બાદ ગણેશ આગમન યાત્રામાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસે આ અંગે પછી સ્પષ્ટતા પણ કરી હતી કે કોઈ પથ્થરમારો થયો નથી, પણ કેટલાક લોકોએ યાત્રા દરમિયાન આ ખોટી અફવા ફેલાવી હતી જે બાદ યાત્રામાં લોકો ગભરાઈ ગયા હતા અને નાશભાગ કરી મુકી હતી.

પથ્થરમારો થયાની ફેલાવી અફવા

ગણેશ પ્રતિમાના આગમનને લઈને વડોદરામાં ડીજે સાથે યાત્રા નીકળી હતી આ દરમિયાન કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો હોવાની અફવા ફેલાવી શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો, જે ઘટનાથી સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. જે અંગેની જાણ થતા શાંતિ ડોહળનાર શખ્સોની ઓળખ કરી પોલીસે પૂછપરછ કરી છે. આ મામલે સ્થાનિક પોલીસે 3 વ્યક્તિની અટકાયત પણ કરી છે.

3 લોકોની કરાઈ અટકાયત

વડોદરા ગોરવા મધુનગર વિસ્તારમાં ગણેશ આગમન યાત્રા સમયે શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો હતો. જ્યાં યાત્રા દરમિયાન પોલીસની હાજરીમાં કાંકરીચાળો થયો હતો. ગણેશ પ્રતિમા અને ડીજેના વાહન વચ્ચે ગેપ રહી જતા ઉહાપોહ મચી ગયો હતો. કોઈ બનાવ ના બન્યા હોવા છતાં ઉહાપોહ કરતા નાસભાગ મચી હતી. મધુનગર યાત્રા પર પથ્થરમારો થયાનો આક્ષેપ પોલીસ કહ્યુ કે તે અફવા છે. સ્થાનિક પોલીસે સમગ્ર મામલે 3 વ્યક્તિની કરી અટકાયત છે અને પૂછપરછ બાદ ગુનો દાખલ કરવામાં આવશે.

(વીથ ઈનપુટ– અંજલી ઓઝા, પ્રશાંત ગજ્જર)

Next Video