Gujarati Video: વડોદરામાં તહેવારને લઈ પોલીસ એકશનમાં, સતત બીજા દિવસે પોલીસે કર્યુ સઘન ચેકીંગ
ગણેશોત્સવ અને નવરાત્રીના તહેવારને લઈ વડોદરામાં સતત બીજા દિવસે પોલીસે સઘન ચેકીંગ કર્યું હતું. માંડવી તથા આસપાસના સંવેદનશીલ વિસ્તારોમાં ઘોડેસવાર પોલીસ ટુકડી, બાઇક સવાર પોલીસે પેટ્રોલિંગ કર્યું છે.
Vadodara : ગણેશોત્સવ અને નવરાત્રીના તહેવારને લઈ વડોદરામાં સતત બીજા દિવસે પોલીસે સઘન ચેકીંગ કર્યું હતું. માંડવી તથા આસપાસના સંવેદનશીલ વિસ્તારોમાં ઘોડેસવાર પોલીસ ટુકડી, બાઈક સવાર પોલીસે પેટ્રોલિંગ કર્યું છે. પેટ્રોલિંગમાં પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત અને DCP સહિતના અધિકારીઓ જોડાયા હતા.
પોલીસ કમિશનરે કહ્યું, આગામી બે માસ દરમિયાન લોકો શાંતિથી તહેવારો ઉજવી શકે તે માટે પોલીસ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. હિસ્ટ્રી શીટરોની યાદી બનાવી હોવાથી તેઓની પ્રવૃત્તિઓ ચેક કરવામાં આવશે.
તો બીજી તરફ આણંદના સામરખા ગામમાં ધ્વજ ફરકાવવા બાબતે છમકલું થયું છે. સામરખા ગામમાં 2 વિધર્મી યુવકો દ્વારા ખેતરમાં એક યુવકને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે આણંદની જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
