Mehsana Video : કડીના રાજપુરમાં બોરમાંથી લાલ પાણી આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ, કેમિકલ ફેકટરીઓમાં તપાસ કરવાની સ્થાનિકોની માગ

Mehsana Video : કડીના રાજપુરમાં બોરમાંથી લાલ પાણી આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ, કેમિકલ ફેકટરીઓમાં તપાસ કરવાની સ્થાનિકોની માગ

| Edited By: | Updated on: Sep 20, 2024 | 4:51 PM

મહેસાણામાં કડીના રાજપુરમાં લાલ પાણી આવતા ખેડૂતો પરેશાન જોવા મળ્યા છે. જોકે બોરમાંથી વર્ષોથી લાલ પાણી આવતુ હોવાનો દાવો કરાયો છે. રાજપુરના મુસ્લિમપુરામાં વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી લાલ પાણી વધારે પ્રમાણમાં આવતુ હોવાનું દાવો કરવામાં આવ્યો છે.

મહેસાણામાં કડીના રાજપુરમાં લાલ પાણી આવતા ખેડૂતો પરેશાન જોવા મળ્યા છે. જોકે બોરમાંથી વર્ષોથી લાલ પાણી આવતુ હોવાનો દાવો કરાયો છે. રાજપુરના મુસ્લિમપુરામાં વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી લાલ પાણી વધારે પ્રમાણમાં આવતુ હોવાનું દાવો કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટના મામલે પોલ્યુશન વિભાગને જાણ કરાઈ છે.

પોલ્યુશન અધિકારીએ સ્થળ મુલાકાત કરી પાણીના સેમ્પલ લીધા છે. કેમિકલ ફેકટરીઓ ભૂગર્ભમાં વેસ્ટ કેમિકલ ઉતારતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રાજપુરમાં આવેલી કેમિકલ ફેકટરીઓમાં તપાસ કરવાની સ્થાનિકોએ માગ કરી છે.

જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા

બીજી તરફ આ અગાઉ જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં ફરિયાદના આધારે GPCBએ દરોડા પાડ્યા હતા. GPCBએ શંકર ટેકરી વિસ્તારમાં આવેલા 9 એકમમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ઐદ્યોગિક એકમમાં પર્યાવરણના નિયમનો ઉલાળ્યા હોવાની ઘટના સામે આવી હતી.