એક સમયે ભારતની કોઈ છિંકણી પણ નહોતું લેતુ, આજે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃ આનંદીબહેન

એક સમયે ભારતની કોઈ છિંકણી પણ નહોતું લેતુ, આજે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃ આનંદીબહેન

| Edited By: | Updated on: Dec 06, 2025 | 7:46 PM

આનંદીબહેન પટેલે, શિક્ષણ વ્યવસ્થા અંગે ચિંતા કરતા કહ્યું કે, વાત કરવાથી કંઈ થતું નથી, ગાંધી મૂલ્યોને જીવનમાં ઉતારવા જોઈએ. તમને જવાબદારી મળે અને પરિવર્તન કરી બતાવો એજ સાચું છે. પહેલા ના લોકોએ શું કર્યું એમાં પડ્યા વગર પોતે શ્રેષ્ઠ કરવું જોઈએ.

ઉત્તરપ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલે, આજે ગુજરાત વિદ્યાપીઠ ખાતે સ્નાતકસંઘ શતાબ્દિ મહોત્સવને સંબોધતા કહ્યું કે, વિશ્વમાં કોઈ ભારતની છિંકણી પણ નહોતુ લેતુ. ભારતનો કોઈ ભાવ પણ નહોતું પુછતું. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ, વિશ્વમાં આજે ભારત પાસેથી માર્ગદર્શન મેળવવામાં આવે છે. પુતિન આવ્યા અને શું કરીને ગયા એ સમગ્ર વિશ્વએ જોયું છે. જાણ્યું છે. સક્ષમ લીડરશીપના કારણે આજે સમગ્ર વિશ્વ ભારતને પૂછી રહ્યું છે.

આ પૂર્વે આનંદીબહેન પટેલે, શિક્ષણ વ્યવસ્થા અંગે ચિંતા કરતા કહ્યું કે, વાત કરવાથી કંઈ થતું નથી, ગાંધી મૂલ્યોને જીવનમાં ઉતારવા જોઈએ. તમને જવાબદારી મળે અને પરિવર્તન કરી બતાવો એજ સાચું છે. પહેલા ના લોકોએ શું કર્યું એમાં પડ્યા વગર પોતે શ્રેષ્ઠ કરવું જોઈએ. મે ઉત્તરપ્રદેશમાં 19 યુનિવર્સિટીને A + માં લાવીને કામ કરી બતાવ્યું છે. ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની રહ્યો છે. અમે ડીજી લોકરમાં ડિગ્રીઓ રાખવાનું શરૂ કર્યું છે. અમે દરેક યુનિવર્સિટીઓને પાંચ-પાંચ ગામ એડોપ્ટ કરાવડાવ્યા છે. જન સહયોગથી ૫૦ હજાર આંગણવાડીઓને સહાય આપી છે. યુનિવર્સિટીઓને આપવામાં આવતી કરોડોની ગ્રાન્ટ ક્યા જાય છે? જોવો તો ખરા ? યુનિવર્સિટીઓમાં માત્ર મોટા મોટા બિલ્ડીંગો નથી બનાવવાના. શિક્ષણ આપવાનું છે.

આનંદીબહેન પટેલે દિકરીઓ માટે કહ્યું કે, દીકરીઓને સર્વાઇકલ કેન્સરથી મુક્ત કરાવવા હું સૌને સલાહ આપુ છુ. આજકાલ વિજ્ઞાન ખૂબ આગળ વધ્યુ છે ત્યારે લગ્નમાં ખર્ચ ઓછો કરજો પણ દીકરીને વેક્સિન જરૂર અપાવજો એવી અપીલ પણ કરી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો