અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાને ધ્યાને રાખી આગોતરી તૈયારીઓ, ઓક્સિજન જનરેટર પ્લાન્ટ, લિક્વિડ ઓક્સિજન ટેન્ક રખાયા તૈયાર

Corona News: અમદાવાદમાં કોરોનાની દહેશતને જોતા સિવિલ તંત્ર પણ સજ્જ બન્યુ છે. હોસ્પિટલમાં કોરોના દર્દીઓ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમા ઓક્સિજન જનરેટર પ્લાન્ટ, લિક્વિડ ઓક્સિજન ટેન્ક તૈયાર રાખવામાં આવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 24, 2022 | 7:48 PM

કોરોનાની દહેશતને લઈને અમદાવાદ સિવિલ તંત્ર સજ્જ બન્યું છે અને ઓક્સિજન પ્લાન્ટ ચાલુ કરી તેની ચકાસણી કરાઈ છે. અમદાવાદમાં ઓક્સિજન જનરેટર પ્લાન્ટ, લિક્વિડ ઓક્સિજન ટેન્કની સુવિધા છે. જેમાં 20 હજાર લિટરની લિક્વિડ ઓક્સિજન ટેન્ક તૈયાર કરાઈ છે. જ્યારે 600થી વધારે ઓક્સિજન કન્સન્ટ્રેટર પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત રાજ્ય સરકારની સુચના બાદ 1200 બેડની હોસ્પીટલમાં તૈયારી કરી લેવામાં આવી છે. જેમાં બેડ, ઓકસીજન બેડ અને વેન્ટિલેટર સાથેના વોર્ડ તૈયાર કરાયા છે.

સિવિલમાં કોરોના દર્દીઓ માટે 80 બેડ તૈયાર રખાયા

સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ રાકેશ જોષીના જણાવ્યા મુજબ છેલ્લા દોઢ મહિનાથી સિવિલમાં એકપણ દર્દી નથી, છતાં આગોતરી તૈયારીઓના ભાગરૂપે 80 બેડ તૈયાર કર્યા છે. નીચે ટ્રાયજ અને ઉપર O5 વોર્ડમાં બેડ્સ, વેન્ટીલેટર, મલ્ટી પેરા મોનિટર દવાઓ સાથે તૈયાર રાખવામાં આવ્યા છે. જો કોઈ દર્દીને દાખલ કરવાની જરૂરિયાત ઉભી થશે તો તેને તાત્કાલિક સારવાર મળી રહે તે પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવી છે. જો વધુ દર્દીઓ આવશે તો બીજી વોર્ડ પણ ખોલી શકાય તે પ્રકારની સજ્જતા છે.

ઉલ્લેખનીય છે કે ચીનમાં એકાએક કોરોનાના કેસમાં ઉછાળો આવતા વિશ્વભરના દેશો સાવધાની રાખી રહ્યા છે. ભારત સહિતના દેશોએ કોરોનાને લઈને માર્ગદર્શિકા જાહેર કરી છે. ભારતમાં પણ કેન્દ્ર સરકારે કોરોનાની નવી ગાઈડલાઈન જાહેર કરી દીધી છે. જેમાં વિદેશથી આવતા પ્રવાસીઓ માટે રેન્ડમલી ટેસ્ટ ફરજિયાત કરી દેવામાં આવ્યા છે. જાહેર સ્થળોએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.

ઈનપુટ ક્રેડિટ- દર્શલ રાવલ- અમદાવાદ

Follow Us:
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">