Ahmedabad : કોરોનાના નવા વેરિયન્ટને પગલે તંત્ર એલર્ટ, વિદેશથી આવતા મુસાફરોના RTPCR ટેસ્ટ કરાશે
સરકારની ગાઈલાઈન્સ પ્રમાણે મુસાફરોના RTPCR પરીક્ષણ માટે ICMR અને NABL માન્ય લેબોરેટરી દ્વારા ટેસ્ટ કરવામાં આવશે. તેમજ માસ્ક ફરજિયાત પહેરાય અને સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેમજ હેન્ડ સેનિટાઈઝરની પણ વ્યવસ્થા કરાઈ છે.
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે પર આવતા આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે આરોગ્ય મંત્રાલયની COVID-19 માર્ગદર્શિકાને લાગૂ કરવા જરૂરી પગલાં લીધાં છે. નવીનતમ માર્ગદર્શિકા 24 ડિસેમ્બર 2022થી અમલમાં આવશે. સરકારની ગાઈલાઈન્સ પ્રમાણે મુસાફરોના RTPCR પરીક્ષણ માટે ICMR અને NABL માન્ય લેબોરેટરી દ્વારા ટેસ્ટ કરવામાં આવશે. તેમજ માસ્ક ફરજિયાત પહેરાય અને સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેમજ હેન્ડ સેનિટાઈઝરની પણ વ્યવસ્થા કરાઈ છે.
સરકારના નિર્દેશોનું પાલન કરવા અપીલ
એરપોર્ટે પ્રશાસને સુનિશ્ચિત કર્યું છે કે અગમચેતીના પગલાં અને આરોગ્ય સલાહના મેસેજ સમગ્ર ટર્મિનલ પર યોગ્ય જગ્યાએ મુકવામાં આવે. સરકાર દ્વારા સમયાંતરે આપવામાં આવતા નિર્દેશોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. એરપોર્ટ ઓથોરિટી COVID-19 ના નવા વેરિએન્ટની અસર ઘટાડવા તમામ જરૂરી પગલાં લઈ રહી છે. મુસાફરોને પણ એરપોર્ટ સ્ટાફને સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.
