ગ્રેડ-પેના આંદોલનનો આજે સતત ત્રીજો દિવસ: સત્યાગ્રહ છાવણીમાં સહી ઝુંબેશથી આંદોલનને મળી રહ્યું છે સમર્થન

ગ્રેડ-પેના આંદોલનનો આજે સતત ત્રીજો દિવસ: સત્યાગ્રહ છાવણીમાં સહી ઝુંબેશથી આંદોલનને મળી રહ્યું છે સમર્થન

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 27, 2021 | 12:36 PM

પોલીસકર્મી અને તેમના પરિજનો આંદોલન પર છે. ગ્રેડ પેને લઈને પોલીસ પરિવારો સતત ત્રીજા દિવસે આંદોલન કરી રહ્યા છે.

ગ્રેડ-પેના આંદોલનનો આજે સતત ત્રીજો દિવસ છે. ત્યારે ત્રણ દિવસથી સત્યાગ્રહ છાવણી ખાતે પોલીસકર્મીઓના પરિવારજનો ધારણા પર બેઠા છે. તો સરકાર દ્વારા હજી પણ વાતચીત માટે બોલાવ્યા નથી. પોલીસ પરિવારો આ મુદ્દે હવે પાછી પાની કરે એમ નથી. સત્યાગ્રહ છાવણી ખાતે સિગ્નેચર બોર્ડ પણ લાવવામાં આવ્યુ છે. ત્યારે આ બોર્ડ પર ગ્રેડ-પેના વધારા માટે ધરણા પર બેઠેલા પોલીસકર્મીઓના પરિવારજનોએ સિગ્નેચર પણ કરી છે. સહી ઝુંબેશ કરાવીને આંદોલનને સમર્થન કરવામાં આવી રહ્યું છે.

જણાવી દઈએ કે સરકારે આ મામલો ઉકેલવા કમિટીની રચના કરી લીધી છે. તો બીજી તરફ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક મળવાની હતી. જેમાંગ્રેડ પે મુદ્દે ચર્ચા થવાની હતી.

ખાસ વાત છે કે પોલીસ કોન્સ્ટેબલના ‘ગ્રેડ પે’ને લઈને આજે પણ આંદોલન યથાવત છે. ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી આવેલા પોલીસ અને તેના પરિવારો તેમના મુદ્દાઓ નક્કી કરશે. અને પોલીસ ગ્રેડ પેના મુદ્દાઓ આજે લેખિતમાં સરકારને સોંપશે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે પોલીસ પરિવારજનોની મહિલાઓ આંદોલન પર ઉતરી હતી. અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે સમગ્ર મામલે ચર્ચા થઇ હતી. બેઠકમાં 6 મુદ્દાઓ પર ચર્ચા કરી તેને ઉકેલવા કમિટીની રચના કરવા જણાવ્યુ હતું. તેમજ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ આશ્વાન આપ્યું હતું કે તમામ માગણીઓને વહેલી તકે ઉકેલવામાં આવશે. એવામાં પોલીસકર્મીઓએ કહ્યું હતું કે, જ્યાં સુધી માગણીઓ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે.

 

આ પણ વાંચો: નવસારી : જગતનો તાત વીજળી વગર લાચાર, કિસાન કોંગ્રેસની ખેડૂતોને વિજળી આપવા માગ

આ પણ વાંચો: વડોદરા : સ્ટર્લિંગ હોસ્પિટલ અને કન્સલ્ટન્ટ ડૉક્ટર વચ્ચે બિલની રકમને લઈ વિવાદ, માત્ર કન્સલ્ટન્સીનું બિલ 20 કરોડ મુક્યું

Published on: Oct 27, 2021 12:31 PM
g clip-path="url(#clip0_868_265)">