આજનું હવામાન : ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના, જુઓ Video

આજનું હવામાન : ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના, જુઓ Video

| Updated on: Aug 20, 2025 | 7:38 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં 5 વરસાદી સિસ્ટમ હોવાથી અનેક વિસ્તારોમાં વરસાદ ખાબકશે. આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં 5 વરસાદી સિસ્ટમ હોવાથી અનેક વિસ્તારોમાં વરસાદ ખાબકશે. આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો વરસાદી સિસ્ટમને જોતા હવામાન વિભાગે આગામી 2 દિવસ રાજ્યભરમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે 21 ઓગસ્ટથી ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. જ્યારે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

અંબાલાલ પટેલે કરી ભારે વરસાદની આગાહી

બીજી તરફ અંબાલાલ પટેલની આગાહી અનુસાર આગામી કેટલાક કલાકો ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. અંબાલાલની આગાહી પર નજર કરીએ તો, આગામી 72 કલાક રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઇ શકે છે. તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગમાં વરસાદનું સૌથી વધુ જોર રહેશે. જ્યારે નર્મદા અને સાબરમતી જેવી મોટી નદીઓ ફરી બેકાંઠે થશે.તો મહેસાણામાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ સર્જાવાની પણ આગાહી અંબાલાલે કરી છે.

તો અંબાલાલ પટેલનું માનીએ તો આજે અમદાવાદ, ગાંધીનગરમાં મૂશળધાર વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. તેમનું કહેવું છે કે આગામી 72 કલાકમાં અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ખાસ સતર્ક રહેવા તેમણે અપીલ કરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો