Ahmedabad : જમાલપુરના દબાણો પર ચાલ્યુ બુલડોઝર, કાંચની મસ્જિદ ટ્રસ્ટે ગેરકાયદે દુકાનો બનાવી ભાડાપેટે આપ્યાનો આક્ષેપ, જુઓ Video
અમદાવાદના જમાલપુરના દબાણો પર બુલડોઝર ચલાવ્યું છે. ઉર્દુ શાળા નંબર 3 અને 4ની જમીન પર બનાવવામાં આવેલું શોપિંગ સેન્ટર તોડી પાડ્યું છે.પોલીસ બંદોબસ્ત સાથે AMCએ બુલડોઝર ચલાવ્યું છે.
અમદાવાદના જમાલપુરના દબાણો પર બુલડોઝર ચલાવ્યું છે. ઉર્દુ શાળા નંબર 3 અને 4ની જમીન પર બનાવવામાં આવેલું શોપિંગ સેન્ટર તોડી પાડ્યું છે. પોલીસ બંદોબસ્ત સાથે AMCએ બુલડોઝર ચલાવ્યું છે. કાંચની મસ્જિદ ટ્રસ્ટે જ ગેરકાયદે બાંધકામ કરી દુકાનો ભાડાપેટે આપી છે. એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે ગત સંકલન સમિતિમાં મુદ્દો ઉઠાવ્યો હતો.
પોલીસ બંદોબસ્ત સાથે AMCએ બુલડોઝર ચલાવ્યું
AMCના લીગલ વિભાગે શોપિંગ સેન્ટરના વેપારીઓને નોટિસ આપી હતી. દબાણકર્તા વેપારીઓએ હાઈકોર્ટમાં પિટિશન કરી દબાણ તોડવા પર સ્ટેની માગ કરી હતી. 10 દિવસ બાદ AMCના લીગલ સેલે નિયમ અનુસાર બીજી નોટિસ ફટકારી હતી. ગઈકાલે લેખિત ઓર્ડર મળ્યા બાદ પોલીસ બંદોબસ્ત સાથે બાંધકામ તોડ્યું છે. શિક્ષણ સમિતિએ દાવો કરેલી જગ્યા પર 10 જેટલી દુકાન ઉભી કરાઈ હતી.
Published on: Jan 19, 2025 11:06 AM