Heavy Rain Navsari: વિજલપોર વિસ્તારમાં ચંદન તળાવ ઉભરાઈ જતા 5 હજારથી વધુ લોકોને મુશ્કેલી, કેવી છે સ્થિતિ ? જુઓ Video

Heavy Rain Navsari: વિજલપોર વિસ્તારમાં ચંદન તળાવ ઉભરાઈ જતા 5 હજારથી વધુ લોકોને મુશ્કેલી, કેવી છે સ્થિતિ ? જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2023 | 5:46 PM

નવસારી શહેરમાં સતત વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. મહત્વનુ છે કે વિજલપોર વિસ્તારમાં ચંદન તળાવ ઉભરાઈ જતા 5,000 થી વધુ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. તળાવ ઉભરાવાના કારણે લોકોના ઘરોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે.

Monsoon 2023: નવસારી શહેરના વિજલપોર વિસ્તારમાં ચંદન તળાવ ઉભરાઈ જતા 5,000 થી વધુ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.  2000થી વધુ ઘરોમાં પાણી ભરાઈ જવાના બનાવને પગલે લોકોની ચિંતામાં વધારો થયો છે વરસાદ તો બંધ થયો છે, પરંતુ તળાવ ઉભરાવાના કારણે લોકોના ઘરોમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે.

આ પણ વાંચો : નવસારીમાં મેઘરાજા આફત બનીને વરસ્યા, શહેરમાં પ્રવેશવાના તમામ રસ્તા ઉપર પાણી જ પાણી

નવસારી જીલ્લામાં સતત વરસાદ પડી રહ્યો છે. વિજલપોરમાં ઠેર-ઠેર પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. નવસારી અને જલાલપોરમાં પડી રહેલો ધોધમાર વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને હાલાકી પડી હતી. વિજલપોર તમાર્કરવાડી રસ્તા પર પાણી ભરાતા પરિવારજનો લારી પર મૃતદેહ લઈ બહાર આવ્યા હતા. શબવાહીની પણ પાણીની અંદર ન જઈ શકતા મૃતદેહ લારી પર મૂકી બહાર લાવવામાં આવ્યા છે.

નવસારી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">