Navsari Police: જુગાર કેસમાં PIની ગેરવર્તણૂક બહાર આવતા કાર્યવાહી, PI સહિત 4 પોલીસ કર્મી સસ્પેન્ડ, જુઓ Video

Navsari Police: જુગાર કેસમાં PIની ગેરવર્તણૂક બહાર આવતા કાર્યવાહી, PI સહિત 4 પોલીસ કર્મી સસ્પેન્ડ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2023 | 7:07 PM

નવસારીમાં મરોલી જુગાર કેસમાં પોલીસ સ્ટેશનના PI સહિત 4 પોલીસ કર્મી સસ્પેન્ડ કરાયા છે. DySPની તપાસમાં PIની ગેરવર્તણૂક બહાર આવતા આ સમગ્ર કાર્યવાહી કરાઇ છે. પૈસાનો વહીવટ થયો હોવાની ચર્ચાએ જોર પકડતા તપાસ થઈ હતી

Navsari Police: નવસારીમાં મરોલી પોલીસ (Maroli Police) સ્ટેશનના PI સહિત 4 પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરાયા છે. DySPની તપાસમાં PIની ગેરવર્તણૂક બહાર આવતા કાર્યવાહી કરાઈ છે. મરોલીના નીમલાઈ ગામે જુગારના ચાર આરોપીને છોડી મુકવાનો આરોપ લાગ્યો છે. ફરજમાં ગેરવર્તણૂક બદલ પોલીસ ઇન્સ્પેટર કે. ડી. દેસાઈને સસ્પેન્ડ કરાયા છે.

સુરત રેન્જ આઇજી પિયુષ પટેલ દ્વારા કડક કાર્યવાહી બેદરકાર પોલીસ જવાનો વિરુદ્ધ કરાઇ છે. નવસારીના મરોલી પોલીસ મથકના PI કે બી દેસાઇ અને 3 પોલીસ કોન્સટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 8 જુલાઈ ના રોજ મરોલી પોલીસ મથકમાં જુગારના ગુનામાં બેદરકારી બદલ રેન્જ આઇજી પિયુષ પટેલે આ સમગ્ર કાર્યવાહી કરી છે.

આ પણ વાંચો  : નવસારીમાં છેલ્લા 24 કલાકમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો, પૂર્ણા નદીમાં ઘોડાપૂર આવતાં 10 હજાર લોકો પ્રભાવિત, જુઓ Video

પોલીસ સ્ટેશનના અધિકારી સહિત કોન્સ્ટેબલોની બેદરકારી બહાર આવતા DYSP ને ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરીના આદેશ કર્યા હતા. જેમાં ફરજ દરમ્યાન બેદરકારી સામે આવતા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મરોલી ના નીમલાઇ ગામે જુગારધામ પર રેડ દરમ્યાન બેદરકારી દાખવી ફરાર આરોપીઓના નામો છુપાવ્યા હોવાના આરોપ પણ છે.

નવસારી જીલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">