Vadodara : સાવલીના વાંકાનેરમાં જુગારના અડ્ડા પર દરોડા, 9 આરોપીની ધરપકડ, જુઓ Video

|

May 24, 2024 | 3:45 PM

વડોદરાના સાવલી તાલુકાના વાંકાનેર ગામે જુગારના અડ્ડા પર દરોડા પાડ્યા છે. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સાવલી તાલુકાના વાંકાનેર ગામે જુગારના અડ્ડા પર તવાઈ બોલાવી હતી. જેમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

વડોદરાના સાવલી તાલુકાના વાંકાનેર ગામે જુગારના અડ્ડા પર દરોડા પાડ્યા છે. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સાવલી તાલુકાના વાંકાનેર ગામે જુગારના અડ્ડા પર તવાઈ બોલાવી હતી. જેમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં 9 જુગારીઓ અને 3 લાખ રોકડા સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. એક બુલેટ સહિત કુલ 6 બાઈક અને એક રિક્ષા પણ જપ્ત કરી છે. સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓએ 9 આરોપીની ધરપકડ કરી ભાદરવા પોલીસને હવાલે કર્યો છે.

રાજકોટમાં પણ જુગારીયો ઝડપાયા

બીજી તરફ રાજકોટમાં ન્યાય સમિતિના ચેરમેનનો પતિ જુગાર રમાડતા પકડાયો છે. ન્યાય સમિતિના ચેરમેન ભાનુ બાબરીયાનો પતિ ભીખા બાબરિયા જુગાર રમાડતો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. LCBએ વરલી મટકાના આંકડા લેતા પકડી તપાસ હાથ ધરી છે. પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video