Panchmahal : ગોધરામાં અસામાજિક તત્વોએ ગેરકાયેદ બનાવેલ મકાનો પર ફરી વળ્યુ બુલડોઝર, 35 કાચા મકાન તોડી પાડ્યા, જુઓ Video
પંચમહાલના દશેરાના દિવસે અસામાજિક તત્વોએ કરેલા દબાણ પર બુલડોઝર ફેર્યું છે. ગોધરામાં અસામાજિક તત્વો અને આરોપીઓ દ્વારા કરવામાં આવેલા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ગુજરાતમાં ફરી એક વાર દાદાનું બુલડોઝર ફર્યું છે. પંચમહાલના દશેરાના દિવસે અસામાજિક તત્વોએ કરેલા દબાણ પર બુલડોઝર ફેર્યું છે. ગોધરામાં અસામાજિક તત્વો અને આરોપીઓ દ્વારા કરવામાં આવેલા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સિગ્નલ ફળિયા વિસ્તારમાં આવેલા નાગા તલાવડી વિસ્તારમાં કામગીરી હાથ ધરવામાં આવી છે. સરકારી જગ્યામાં અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું હતું. સરકારી જગ્યામાં બાંધવામાં આવેલા 35 જેટલા કાચા પાકા મકાનો તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મહત્વનું છે કે ગત માર્ચમાં ગોધરાના ભામૈયા ગામના શિવ મંદિરમાં તોડફોડ કરી ચોરી કરનાર આરોપીઓ દ્વારા આજ વિસ્તારમાં કરવામાં આવેલા ગેરકાયદે કાચા તેમજ પાકા દબાણો તોડી પાડવાની કામગીરી શરૂ કરાઈ છે. પોલીસ બંદોબસ્ત સાથે દબાણ તોડવાની કામગીરી હાથ ધરાઈ છે. ગોધરા નગરપાલિકા, મહેસૂલ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, પોલીસ અને મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા સંયુક્ત ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે.
