Dwarka : અરબી સમુદ્રમાં ડીઝલની ગેરકાયદે હેરાફેરીનો પર્દાફાશ, સલાયા બંદર પરથી SOGએ 2 શખ્સોને ઝડપ્યા, જુઓ Video
ગુજરાતમાંથી ડીઝલની ગેરકાયદે હેરાફેરીનો પર્દાફાશ થયો છે. અરબી સમુદ્રમાં ડીઝલની ગેરકાયદે હેરાફેરીનો પર્દાફાશ થયો છે. માછીમારીના બહાને કરાતી ડીઝલની કાળાબજારી ઝડપાઈ છે.
ગુજરાતમાંથી ડીઝલની ગેરકાયદે હેરાફેરીનો પર્દાફાશ થયો છે. અરબી સમુદ્રમાં ડીઝલની ગેરકાયદે હેરાફેરીનો પર્દાફાશ થયો છે. માછીમારીના બહાને કરાતી ડીઝલની કાળાબજારી ઝડપાઈ છે. સલાયા બંદર પરથી SOGએ 2 શખ્સોને ઝડપ્યા છે. આરોપીઓ પાસે ડીઝલ સંગ્રહણ કે વેચવાની મંજૂરી ન હોતી. 1200 લીટર ડીઝલનો જથ્થો જપ્ત કરાયો છે.
મળતી માહિતી અનુસાર માછીમારો સમુદ્રમાં જઈને આ ડીઝલ કોને સપ્લાય કરતા હતા. તેની તપાસ હાથ ધરાઈ છે. કઇ વહાણ કે બોટ સાથે તેમનું કનેક્શન હતું તેને લઇ પૂછપરછ કરાઇ રહી છે. SOGએ સમગ્ર રેકેટ સુધી પહોંચવા કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે અરબી સમુદ્રમાં ડીઝલની ગેરકાયદે હેરાફેરીનો પર્દાફાશ થયો હતો. માછીમારીના બહાને કરાતી ડીઝલની કાળાબજારી કરતા હોવાની બાતમી મળતા SOG દ્વારા ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતુ. જેમાં 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
