Surat : કાફેની આડમાં ચાલતા કપલ બોક્સ અને સ્પા પર પોલીસની તવાઈ, આરોપીની ધરપકડ, જુઓ Video

Surat : કાફેની આડમાં ચાલતા કપલ બોક્સ અને સ્પા પર પોલીસની તવાઈ, આરોપીની ધરપકડ, જુઓ Video

| Edited By: | Updated on: Oct 24, 2024 | 1:29 PM

ગુજરાતમાં અવારનવાર પોલીસ સ્પા પર દરોડા પાડતી હોય છે. ત્યારે સુરતમાં કાફેની આડમાં ચાલતા કપલ બોક્સ અને સ્પા પર પોલીસે તવાઈ બોલાવી છે. સુરતના પોશ વિસ્તારમાંથી કપલ બોક્સ ઝડપાયું છે.

ગુજરાતમાં અવારનવાર પોલીસ સ્પા પર દરોડા પાડતી હોય છે. ત્યારે સુરતમાં કાફેની આડમાં ચાલતા કપલ બોક્સ અને સ્પા પર પોલીસે તવાઈ બોલાવી છે. સુરતના પોશ વિસ્તારમાંથી કપલ બોક્સ ઝડપાયું છે. કેફેની આડમાં કપલ બોક્સ ધમધમી રહ્યું હતું. અલથાણ પોલીસે કપલ બોક્સ પર દરોડા પાડ્યા છે. G-5 ગેટ ઈન કેફેમાં ચાલતા કપલ બોક્સ પર દરોડા પાડ્યા છે. પ્રતિબંધ હોવા છતા સુરતમાં કપલ બોક્સ ધમધમી રહ્યું હતુ.પોલીસે કપલ બોક્સ ચલાવનાર નાઝીમ શેખની ધરપકડ કરી છે.

સ્પાની આડમાં ચાલતો હતો દેહ વ્યાપાર

બીજી તરફ આ અગાઉ વડોદરામાં સ્પાની આડમાં ચાલતા દેહ વ્યાપારના ધંધોનો પર્દાફાશ થયો હતો. થાઇલેન્ડની યુવતીઓને બોલાવી દેહ વ્યાપાર ચલાવવામાં આવતો હોવાનું સામે આવ્યુ હતું. પોલીસે ડમી ગ્રાહક મોકલી કાર્યવાહી કરી હતી. પોલીસે મેનેજરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે સ્પા માલિકને વોન્ટેડ જાહેર કર્યો હતો. જેતલપુર રોડ પર આવેલા સલુનમાં આ ગોરખ ધંધો ચાલતો હતો.