Gir Somnath : ગુડલક સર્કલ નજીક ગેરકાયદે દબાણો કરાયા દૂર, ધારાસભ્ય વિમલ ચુડાસમાં સહિત સ્થાનિકોએ કર્યો વિરોધ, જુઓ Video

Gir Somnath : ગુડલક સર્કલ નજીક ગેરકાયદે દબાણો કરાયા દૂર, ધારાસભ્ય વિમલ ચુડાસમાં સહિત સ્થાનિકોએ કર્યો વિરોધ, જુઓ Video

| Edited By: | Updated on: Apr 04, 2025 | 2:52 PM

ગુજરાતભરમાં ગેરકાયદે બનાવેલા મકાનનો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે ગીર સોમનાથમાં ગુડલક સર્કલ નજીક ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવી રહ્યાં છે. દબાણ હટાવવા પહોંચેલી ટીમનો સ્થાનિકોએ વિરોધ કર્યો છે.

ગુજરાતભરમાં ગેરકાયદે બનાવેલા મકાનનો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે ગીર સોમનાથમાં ગુડલક સર્કલ નજીક ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવી રહ્યાં છે. દબાણ હટાવવા પહોંચેલી ટીમનો સ્થાનિકોએ વિરોધ કર્યો છે. વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાં પણ જોડાયા હતા. સ્થાનિક શ્રમજીવીઓ અને ધારાસભ્ય રસ્તા પર સૂઈ ગયા હતા. પોલીસે તમામની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી છે. આ અગાઉ નોટિસ આપી હોવાનો પોલીસે દાવો કર્યો છે.

ગુડલક સર્કલ નજીક ગેરકાયદે દબાણો દૂર

મહત્વનું છે કે ઘણા લાંબા સમયથી ગીર સોમનાથ જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં કલેકટરની સૂચનાથી દબાણો હટાવવાની ઝુંબેશ ચાલુ છે. જેમાં ક્યાંક રસ્તા તો ક્યાંક ગૌચર અને સરકારી જમીનો પર દબાણો હટાવાઈ રહ્યા છે. તો વધુ એકવાર સોમનાથ નજીક પ્રભાસ પાટણ વિસ્તારમાં ગુડલક નજીક ગીર સોમનાથ જિલ્લા તંત્ર પોલીસ અને 200 જેટલા SRP જવાનો સાથે દબાણો હટાવવા પહોંચ્યા હતા.

70 જેટલા કાચા – પાકા મકાન પર ફરી વળ્યું બુલડોઝર

જો કે મામલો બિચક્યો હતો અને ગુડલક નજીક રહેતા સ્થાનિક લોકો દ્વારા રસ્તા રોકી દબાણો હટાવવાની કામગીરીને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિતનો કાફલો દબાણો હટાવવાની કામગીરીનો વિરોધ કર્યો હતો. પોલીસ દ્વારા ધારાસભ્ય સહિત કેટલાક લોકોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુડલક સર્કલ પાસે અંદાજીત 70 જેટલા કાચા પાકા મકાનો ઉપર બુલડોધર ફરી વળ્યું હતું. 6 હજાર ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઈ છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો