પોલીસ વિભાગ દ્વારા કોઈ ખોટી રીતે હેરાન કરે તો કહેજો : MP ગેનીબેન ઠાકોર, જુઓ

|

Jun 17, 2024 | 10:54 AM

બનાસકાંઠાના સાંસદે ફરી એકવાર પોલીસને ટકોર કરતું નિવેદન કર્યું છે. સાંસદ ગેનીબેન ઠાકોરે લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન પણ પોલીસ સામે સવાલો કર્યા હતા. ત્યાર બાદ હવે ફરી એકવાર સાંસદ બન્યા બાદ પોલીસને ટકોર કરી છે. એ બુટલેગરના હપ્તા લે છે, એ પ્રકારે નિવેદન કર્યું છે.

થરાદમાં એક સભામાં ઉપસ્થિત રહેલા બનાસકાંઠાના સાંસદે ફરી એકવાર પોલીસને ટકોર કરતું નિવેદન કર્યું છે. સાંસદ ગેનીબેન ઠાકોરે લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન પણ પોલીસ સામે સવાલો કર્યા હતા. ત્યાર બાદ હવે ફરી એકવાર સાંસદ બન્યા બાદ પોલીસને ટકોર કરી છે. એ બુટલેગરના હપ્તા લે છે, એ પ્રકારે નિવેદન કર્યું છે. સાંસદ ગેનીબેને કહ્યું હતુ કે, કોંગ્રેસના કોઈ આગેવાનો બે નંબરના ધંધા કરતા નથી અને હપ્તા લેતા નથી.

સાંસદે સભામાં પોલીસને ટકોર કરતા લોકોને કહ્યું હતુ કે, તેઓ પ્રજાના પૈસાનો પગાર લે છે. કોઈએ ડરવાની જરુર નથી. તમારો વાંક જ ના હોય છતાં પોલીસ તમને ખોટી રીતે હેરાન કરે તો જાણ કરજો. તો વળી કહ્યું હતું કે ગમે તે મોટો લોર્ડ કર્ઝન હોય તો પણ જે ભાષામાં જવાબ આપવાનો હશે એ રીતે વાત કરવામાં આવશે.

આ પણ વાંચો:  T20 World Cup 2024: બાંગ્લાદેશ સુપર-8માં પહોંચ્યું, કઈ આઠ ટીમો વચ્ચે થશે ટક્કર? જાણો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video