ગુજરાતમાં 1808 HTATA મુખ્ય શિક્ષકોની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવાનો નિર્ણય, જુઓ Video
ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગે 1808 એચટાટ મુખ્ય શિક્ષકોની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરી જિલ્લાઓને નવી જગ્યાઓ મંજૂર કરવા તથા ભરતી પ્રક્રિયાને વેગ આપવા આદેશ કરાયા છે.
ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા એચટાટ (HTAT) મુખ્ય શિક્ષકોની ભરતી અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં મુખ્ય શિક્ષકોની ખાલી પડેલી 1808 જગ્યાઓ તાત્કાલિક ભરવા માટે શિક્ષણ વિભાગે આદેશો જારી કર્યા છે. આ અંગે સત્તાવાર પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં ખાલી જગ્યાઓ ભરવા માટેના નિર્દેશો સ્પષ્ટપણે આપવામાં આવ્યા છે.
આ ઉપરાંત, શિક્ષણ વિભાગે નવી જગ્યાઓ મંજૂર કરવા માટે દરખાસ્તો મોકલવા પણ સૂચના આપી છે. ખાસ કરીને, નવા અંદાજપત્ર રજૂ થાય તે પહેલાં આ દરખાસ્તો રજૂ કરી દેવા આદેશ કરાયો છે. આ પગલાં દ્વારા એચટાટ મુખ્ય શિક્ષકોની ભરતી પ્રક્રિયાને વધુ વેગ મળશે તેવી અપેક્ષા છે. શિક્ષણ વિભાગે તમામ સંબંધિત જિલ્લાઓને આ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવા માટે નિર્દેશ આપ્યા છે જેથી ભરતી પ્રક્રિયા સમયસર પૂર્ણ કરી શકાય. આ નિર્ણયથી શિક્ષણ ક્ષેત્રે કર્મચારીઓની અછત દૂર કરવામાં મદદ મળશે.
ગુજરાતમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી શોધીને પરત મોકલાશેઃ હર્ષ સંઘવી
