ઉનાળાની શરુઆત થતા જ ભાવનગર (Bhavnagar)માં રોગચાળો (Epidemic) પણ વકર્યો છે. ભાવનગર શહેરમાં ગરમીના કારણે પેટમાં દુખાવો અને ઝાડા ઊલ્ટીના અનેક કેસ નોંધાયા છે. ઘણા લોકોની સ્થિતિ વધુ ગંભીર થતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા હતા. હવામાન વિભાગ દ્વારા હીટવેવ (Heatwave)ની આગાહી આપવામાં આવી છે ત્યારે ભાવનગરમાં હીટવેવની અસર લોકોના સ્વાસ્થ્ય પર પણ જોવા મળી છે.
ભાવનગરમાં છેલ્લા એક સપ્તાહમાં હીટવેવના કારણે બીમાર પડેલા 251 લોકોને તાત્કાલિક સારવાર કરવામાં આવી હતી. તો ગરમીના કારણે ઝાડા- ઉલ્ટીના કેસમાં પણ વધારો નોંધાયો છે. ભાવનગર જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયામાં નોંધાયેલા કેસોની વાત કરીએ તો ગરમીના લીધે પેટના દુઃખાવાના 47, ઝાડા- ઉલ્ટીના 42, શ્વાસ લેવાની તકલીફના 35, ઉચ્ચ રક્તચાપના 10, છાતીના દુ:ખાવાનાં 33, ટી.એન.વી. ફોલના 48 એમ કુલ મળી કુલ 251 કિસ્સાઓ સામે આવ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આગામી ત્રણ દિવસ રાજ્યના કેટલાક વિસ્તારમાં કાળઝાળ ગરમી પડશે. આગામી 31 માર્ચથી બે એપ્રિલ સુધી હીટવેવની હવામાન વિભાગે આગાહી કરી છે. એટલું જ નહીં અમદાવાદ અને ગાંધીનગરમાં પણ અંગ દઝાડતી ગરમી પડશે. આગામી દિવસોમાં જેમ જેમ ગરમી વધશે તેમ બીમારીનું પ્રણામ પણ વધી શકે છે. ત્યારે હીટવેવની આગાહીને પગલે લોકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવા હવામાન વિભાગે લોકોને અપીલ કરી છે.
આ પણ વાંચો-
આ પણ વાંચો-