કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આવશે ગુજરાત, સુરત કેન્સર હોસ્પિટલનું કરશે લોકાર્પણ, જુઓ Video

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આવશે ગુજરાત, સુરત કેન્સર હોસ્પિટલનું કરશે લોકાર્પણ, જુઓ Video

| Edited By: | Updated on: Jan 22, 2025 | 11:59 AM

અમિત શાહ રેલવેનાકરોડોના કાર્યોનું લોકાર્પણ પણ કરવાના છે. તો બીજી તરફ એએમસીના રાણીપ વોર્ડના પ્રભુ દ્રાવડ બ્રિજથી કાળી ગટરનાળા સુધીનું જે બોક્ષ ડ્રેઇન કરવાના કાર્યનું ખાતમુહૂર્ત કરશે. આ ઉપરાંત સાંજે 4:30 કલાકે રાણીપ ખાતે જાહેર કાર્યક્રમમાં પણ તેઓ ભાગ લેશે, ત્યાં આગળ હાજર લોકોને તેમના દ્વારા સંબોધન કરવામાં આવશે.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ  બે દિવસ ગુજરાત પ્રવાસે રહેશે. મોડી સાંજે તેઓ ગુજરાત પહોંચશે. તેઓ ગુજરાતમાં 651 કરોડ રુપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જે પછી તેઓ  અનેક કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ ફરી એક વખત તેઓ દિલ્હી તરફ પરત રવાના થશે.

આજે મોડી સાંજે અમિત શાહ ગુજરાત પહોંચશે. ₹651 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત અમિત શાહના હસ્તે થવાનું છે. આવતીકાલે GMDc ખાતે હિન્દુત્વ મેળાની શરૂઆત અમિત શાહ કરાવશે. સુરત કેન્સર હોસ્પિટલનું પણ લોકાર્પણ કરાશે. ઝુંડાલમાં ₹100 કરોડના ખર્ચે બનેલા આઇકોનિક રોડનું પણ લોકાર્પણ થશે. થલતેજ ફોર્ડમાં ₹13 કરોડના ખર્ચે બનેલા શીલજ તળાવનું લોકાર્પણ કરાશે. લાંબા સમયથી પેન્ડિંગ ચેઈનપુર અંડરપાસને ખુલ્લો મૂકવામાં આવશે. આ સાથે જ રાણીપમાં જાહેર સભાને અમિત શાહ સંબોધિત કરશે.

આવતીકાલે સવારથી અમિત શાહના જાહેર કાર્યક્રમોની શરૂઆત થશે. અમદાવાદના GMDc મેદાન પર આયોજિત હિન્દુ આધ્યાત્મિક મેળાની શરૂઆત તેમના હસ્તે કરવામાં આવશે અને ત્યારબાદ તેઓ સુરત પહોંચશે, ત્યાં આગળ કેન્સર હોસ્પિટલનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત પરત તેઓ અમદાવાદ આવશે અને અમદાવાદમાં ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં આવતા જુદા જુદા વિસ્તારો છે જેમાં સાબરમતી અને રાણીપ સહિતના વિસ્તારો છે તેમાં જાહેર કાર્યક્રમોમાં ભાગ લેશે.

અમિત શાહ રેલવેનાકરોડોના કાર્યોનું લોકાર્પણ પણ કરવાના છે. તો બીજી તરફ એએમસીના રાણીપ વોર્ડના પ્રભુ દ્રાવડ બ્રિજથી કાળી ગટરનાળા સુધીનું જે બોક્ષ ડ્રેઇન કરવાના કાર્યનું ખાતમુહૂર્ત કરશે. આ ઉપરાંત સાંજે 4:30 કલાકે રાણીપ ખાતે જાહેર કાર્યક્રમમાં પણ તેઓ ભાગ લેશે, ત્યાં આગળ હાજર લોકોને તેમના દ્વારા સંબોધન કરવામાં આવશે.

Published on: Jan 22, 2025 11:44 AM