અમદાવાદઃ માટી કલા મહોત્સવનું આયોજન કરાયું, ગૃહ પ્રધાન અમિત શાહે વિદ્યુત ચાકડાં વિતરણ કર્યા

અમદાવાદઃ માટી કલા મહોત્સવનું આયોજન કરાયું, ગૃહ પ્રધાન અમિત શાહે વિદ્યુત ચાકડાં વિતરણ કર્યા

| Edited By: | Updated on: Dec 02, 2023 | 8:32 PM

અમદાવાદના સાયન્સ સિટી ખાતે માટી કલા મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને નારાયણ રાણે ઉપસ્થિત રહ્યા હતા. પ્રસંગે માટી કલાનુ કામ કરતા પરિવારોને ઈલેક્ટ્રીક ચાકડાંનો વિતરણ કરવામાં આવ્યુ હતુ. ખાદી કામ સાથે જોડાયેલા કારીગરોને ચરખાનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ.

અમદાવાદના સાયન્સ સિટી ખાતે માટી કલા મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. માટી કલા મહોત્સવમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણે ઉપસ્થિત રહ્યા હતા. અમિત શાહે કલા મહોત્સવને ખૂલ્લો મુક્યો હતો. તેઓએ આ પ્રસંગે માટી કલા સાથે જોડાયેલા પરિવારોની મહેનત અને કલાને લઈ વાત કરી હતી.

આ પ્રસંગે માટી કલા સાથે જોડાયેલા 300 થી વધારે ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. તેમને અમિત શાહની ઉપસ્થિતિમાં વિદ્યુત ચાકડાનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ સાથે જ ખાદી ઉદ્યોગ સાથે જોડાયેલા કારીગરોને પણ ચરખાંનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ. લાભાર્થીઓને મશીન અને ટૂલ કીટનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ. કેરલના કુટ્ટુર પ્લાન્ટના સીએસપી પ્લાન્ટ અને અમદાવાદની 8 પોસ્ટ ઓફિસનુ ઓનલાઈન ઉદ્ઘાઘટન કરવામાં આવ્યુ હતુ.

આ પણ વાંચોઃ રોકાણકારો ફરી રડ્યા! અમદાવાદની કંપની સામે છેતરપિંડી આચર્યાની ઈડર પોલીસે ફરિયાદ નોધી

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો