સુરતમાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન ગૃહ પ્રધાનની શિક્ષકોને સલાહ… બાળકોને ગુસ્સાના બદલે પ્રેમથી શિક્ષણ આપવું જોઈએ : હર્ષ સંઘવી

|

Jun 29, 2024 | 10:15 AM

સુરત : શાળા પ્રવેશોત્સવ દરમિયાનહર્ષ સંઘવીએ સુરતની શાળાની મુલાકાત લીધી  હતી. વરાછાની બ.ક ઠાકોર પ્રાથમિક શાળાની મુલાકાત લીધી અને બાળકોના શિક્ષણ અને શિક્ષણ વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.

સુરત : શાળા પ્રવેશોત્સવ દરમિયાન હર્ષ સંઘવીએ સુરતની શાળાની મુલાકાત લીધી  હતી. વરાછાની બ.ક ઠાકોર પ્રાથમિક શાળાની મુલાકાત લીધી અને બાળકોના શિક્ષણ અને શિક્ષણ વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.

બાળકોને ગુસ્સાના બદલે પ્રેમથી શિક્ષણ આપવું જોઈએ તેવી ગૃહ પ્રધાને શિક્ષકોને સલાહ આપી હતી. તેમણે ઉમેર્યું હતું કે દરેક શિક્ષક પાસે અલગ અલગ સ્કીલ હોય છે.એકબીજા શિક્ષકો પાસેથી શિક્ષકોએ શીખ લેવી જોઈએ. બાળકોને સારૂ શિક્ષણ મળી રહે તે માટે ખુબ સારી વ્યવસ્થા કરવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યું હતું. આ પ્રસંગે ગૃહ પ્રધાને શિક્ષણ વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.

આ પણ વાંચો : સુરતમાં પોલીસે કર્યું એવું કામ કે લોકો બોલી ઉઠ્યા સલામ બોસ… શું છે સમગ્ર મામલો? જાણો વીડિયો દ્વારા

Next Video