Kheda: ડાકોરના ઠાકોર સાથે ધૂળેટી રમવા ભક્તોમાં ભારે ઉત્સાહ, વહેલી સવારથી જ ભક્તોનો ભારે ધસારો
ડાકોરમાં ધૂળેટીના પર્વને લઇને મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા પહોંચી રહ્યા છે. વહેલી સવારથી જ ભક્તો દર્શન માટે ઉમટી પડવાના પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
દેશભરના મંદિરોમાં આજે રંગેચંગે ધુળેટીની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાત (Gujarat) માં પણવહેલી સવારે જ મંદિરોમાં મોટી સંખ્યામાં લોકોએ અબીલ-ગુલાલ ઉડાડીને ઉજવણી કરી છે. ખેડા (Kheda) જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર (Dakor) ખાતે રાજા રણછોડરાય સાથે ધૂળેટીની ઉજવણી કરવા ભક્તો (Devotees) મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. સવારે ફાગણી પુનમની મંગળા આરતીના દર્શન કરવા લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા .
હોળી-ધુળેટીનો પર્વ સમાનતાના રંગથી સમાજને રંગવાનો અને માનવતાને વધુ ઉજાગર કરવાનો ઉત્સવ છે. ત્યારે ખેડા જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પુનમની ધામધુમ પૂર્વક ગુરુવારથી જ પ્રારંભ થયો હતો. વર્ષોથી ફાગણી પૂનમે યાત્રાધામ ડાકોર ખાતે લાખોની સંખ્યામાં આવતા પગપાળા ભક્તો વહેલી સવારની મંગળા આરતી કરવાનો આગ્રહ રાખતા હોય છે. ત્યારે આજના દિવસની મંગળા આરતીના દર્શન કરવા લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો ડાકોર મંદિરમાં ઉમટી પડ્યા હતા.
સવારે 4.05 વાગ્યે મંગળા આરતી શરૂ થઇ હતી. જે દરમિયાન મંદિરના દરવાજા ખુલતાની સાથે હજારો ભક્તોએ મંદિરમાં ડાકોરના ઠાકોરની એક ઝલકના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંગળા આરતી સમયે મંદિરના ઘુમ્મટમાં ભક્તોએ રંગોની છોળ ઉડાડી હતી.
ડાકોરમાં ધૂળેટીના પર્વને લઇને મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા પહોંચી રહ્યા છે. વહેલી સવારથી જ ભક્તો દર્શન માટે ઉમટી પડવાના પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોરોનાકાળના બે વર્ષ બાદ ધામ ધૂમથી ડાકોર મંદિરમાં ધૂળેટીની ઉજવણી થતી હોવાને કારણે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો-
Ahmedabad: AMCએ પ્રોપર્ટી ટેક્સ ન ભરનાર ડિફોલ્ટર્સની યાદી જાહેર કરી, 102 ડિફોલ્ટર્સ પાસેથી અંદાજે 300 કરોડથી વધુનો ટેક્સ બાકી
આ પણ વાંચો-
Ahmedabad: AMCનો કોરોના રસીના એક કરોડ ડોઝ આપવાનો લક્ષ્ય પૂર્ણ, વેકસીન આપનાર સ્ટાફનું સન્માન કરાયુ
પાટીદાર સમાજ દ્વારા સામાજિક વિવાદોના નિરાકરણ માટે રચાયુ ‘સમાધાન પંચ’
રસ્તા પર અચાનક ભૂવો પડતા શાકભાજી ભરેલી આખી લારી ખાબકી
શંકરસિંહ વાઘેલાના નિવેદન સામે સુખરામ દાસ બાપુએ વ્યક્ત કરી નારાજગી
શિસ્તબધ્ધ પક્ષ BJP ના MLA બોલ્યા, દુષ્કાળ જાહેર કરો-સહાય પેકેજ આપો
