Cyclone Biparjoy: ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ કરી દરિયાની પૂજા, વાવાઝોડાનું સંકટ ટાળવા કરી પ્રાર્થના, જુઓ Video
અમરેલીમાં બિપરજોય વાવાજોડાને લઈ દરીયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. દરિયાને શાંત પાડવા રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકી દરિયા કિનારે માછીમાર આગેવાનો સાથે પહોંચ્યા હતા.
Cyclone Biparjoy : બિપરજોય વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડાના પગલે રાજ્ય સરકાર એલર્ટ મોડ પર છે. રાજ્યમાં વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા માટે સરકારે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. રાજ્યના કચ્છ, જામનગર, દેવભૂમિદ્વારકા, મોરબી, સોમનાથ સહિત 6 જિલ્લામાં વાવાઝોડાની સૌથી મોટી અસર જોવા મળશે. જેને લઇ આ તમામ જિલ્લાના અધિકારીઓ અને હવામાન વિભાગના અધિકારીઓ સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલે બેઠક કરી હતી અને સ્થિતિ અને તેને પહોંચી વળવા માટેની તૈયારીઓની સમીક્ષા કરી હતી.
આ પણ વાંચો : Amreli : શિયાળ બેટ જવા માટેની બોટ સેવા બંધ કરાઈ, ઇમર્જન્સીમાં જરૂર પડશે તો બોટથી અવરજવર કરાશે, જુઓ Video
રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકીએ કરી દરિયા દેવને પ્રાર્થના
અમરેલીમાં બિપરજોય વાવાજોડાને લઈ દરીયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. દરિયાને શાંત પાડવા રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકી દરિયા કિનારે માછીમાર આગેવાનો સાથે પહોંચ્યા હતા. ધારસભ્ય હીરા સોલંકીએ દરિયા દેવને શ્રીફળ અને દૂધ ચડાવી સમુદ્રને શાંત પાડવા પ્રાર્થના કરી હતી. જાફરાબાદ સહિત સૌરાષ્ટ્રના દરિયા કિનારે માહોલ શાંત રહે તે માટે દરિયા દેવને પ્રાર્થના કરી છે. જાફરાબાદ 20 ફૂટ કરતા વધુ મોજા ઉછળી રહ્યા છે.
ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ દરિયાદેવની પૂજા કરી
તો બીજી તરફ વાવાઝોડું કચ્છ નજીક પહોંચે તે પહેલાં જ વાવાઝોડાને શાંત કરવા અબડાસાના ધારાસભ્ય દરિયા દેવની પૂજા કરવા પહોંચ્યા હતા. અબડાસાના ધારાસભ્ય દ્વારા જખૌ બંદર પર દરિયા દેવને શાંત કરવા પૂજા કરવામાં આવી હતી. આ ઉપરાંત ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ જખૌ અને આસપાસના ગામડાઓની મુલાકાત પણ કરી હતી.
અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો