Kutch : ફરી ધર્મ પરિવર્તનનો મુદ્દો ઉછળ્યો, કચ્છના પશુપાલકને ધર્મપરિવર્તન કરવા મોટી લાલચ અપાઈ

|

May 02, 2022 | 2:25 PM

29 એપ્રિલના રોજ હિન્દુ પરિવારને મળેલા નનામી પત્રની પોલીસને (Kutch Police) જાણ કરવામાં આવી છે. હાલ પોલીસે અરજીને આધારે ટીખળ માટે કે અન્ય કારણોસર પત્ર લખાયો તે દિશામાં તપાસ તેજ કરી છે.

Kutch : ફરી ધર્મ પરિવર્તનનો મુદ્દો ઉછળ્યો, કચ્છના પશુપાલકને ધર્મપરિવર્તન કરવા મોટી લાલચ અપાઈ
File Photo

Follow us on

કચ્છના અબડાસાના (Abdasa Taluka)મુઠીયાર ગામના હિન્દુ પરિવારને(Hindu Family)  ધર્મ પરિવર્તન માટે નનામો પત્ર મળ્યો છે. અજાણ્યા વ્યક્તિ દ્વારા હિન્દુ પરિવારને નામ જોગ પોસ્ટ મારફતે ધર્મ પરિવર્તન કરવા માટે પત્ર મોકલાયો છે. જેને લઇ હિન્દુ પરિવારે પોલીસને અરજી કરી છે. અરજીમાં ઉલ્લેખ કરાયો છે કે ધર્મપરિવર્તન (Religion Conversion) કરવા માટે નાણાંકીય લાલચ આપવામાં આવી છે. ધર્મ પરિવર્તન માટે એક લાખથી 10 લાખની સહાય આપવા લાલચ આપવામાં આવી છે. 29 એપ્રિલ મળેલા નનામો પત્ર મળ્યા બાદ હાલ પોલીસને જાણ કરવામાં આવી છે. પોલીસે (Kutch Police) અરજીને આધારે ટીખળ માટે કે અન્ય કારણોસર પત્ર લખાયો તે દિશામાં તપાસ શરૂ કરી છે.

હિન્દુ પરિવારે કડક કાર્યવાહીની કરી માંગ

મળતી માહિતી મુજબ અબડાસા તાલુકાના મુઠિયા૨ ગામના રહેવાસી અને વ્યવસાયે પશુપાલક કરશનજી દેશરજી બારાચ દ્વારા નલિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. કોઈ અજ્ઞાત શખ્સ દ્વારા  મોક્લવામાં આવેલો આ પત્ર 29 એપ્રિલના રોજ મળ્યો હતો. જેમાં નાણાની લાલચ સાથે નામ બદલી નાખવા અને ધર્મ પરિવર્તન કરવા માટે કોનો સંપર્ક કરવો તેની વિગતો લખાયેલી છે. આ મામલે પશુપાલકે નલિયા પોલીસને લેખિતમાં જાણ કરી હતી. તેમજ આ બાબતે તટસ્થ તપાસ કરવામાં આવે અને પત્ર લખનાર સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.

ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?

ફરીવાર રાજ્યમાં  ઘર્મપરિવર્તનનું ભુત ધૂણ્યું

આ ધર્મ પરિવર્તન પત્રમાં નામ બદલી નાખવા માટે કોને સંપર્ક કરવો તેવી વિગતોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.ત્યારે આ પત્ર પરથી આ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, રાજ્યમાં ગરીબ લોકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં છે.ઉતર ગુજરાત ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ મોટાપાયે આ પ્રવૃત્તિઓ વધી રહી છે. આ પત્રને પગલે હાલ ફરીવાર ઘર્મપરિવર્તનનો મુદ્દો ઉછળ્યો છે.

Next Article