AAP માટે ‘કંચન’ સાબિત થયો ‘કથીર’ ! સુરત આપ ઉમેદવાર કંચન જરીવાલાનું અપહરણ થયાનો આક્ષેપ, પરંતુ ચિત્ર કંઈક જુદુ જ નીકળ્યુ
આમ આદમી પાર્ટીએ કંચન જરીવાલાનું અપહરણ થયાનો કર્યો હતો દાવો હતો. જો કે આ બધા આક્ષેપ વચ્ચે કંચન જરીવાલાએ ફોર્મ પરત ખેંચતા હોબાળો મચી ગયો હતો.

પ્રથમ તબક્કા માટે ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સુરત પૂર્વ બેઠક પર હાઇવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો છે. આમ આદમી પાર્ટીના નેતાઓએ તેમના જે ઉમેદવાર ગાયબ થયા હોવાનું જણાવ્યું તે કંચન જરીવાલા નાટ્યાત્મક રીતે રિટર્નિંગ ઓફિસરની કચેરીએ હાજર થયા અને સ્વૈચ્છાએ પોતાનું ફોર્મ પરત ખેંચ્યું. આ દરમ્યાન ભારે ધક્કામુક્કી સર્જાતા માહોલ ગરમાયો હતો.
ઈસુદાન ગઢવીએ ભાજપને આડે હાથ લીધી
AAP ના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઈસુદાન ગઢવીએ ભાજપ પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરીવાલાને ભાજપ ઉઠાવી ગયાના આરોપ લગાવ્યો. સાથે ટ્વિટમાં લખ્યું, ભાજપ આમ આદમી પાર્ટીથી ડરી ગઈ હોવાથી હવે ગુંડાગીરી પર ઉતરી ગઈ છે. વધુ આક્ષેપ કરતા કહ્યું, ભાજપ વાળા કેટલાક દિવસોથી સુરત પૂર્વથી ચૂંટણી લડી રહેલા અમારા કંચન જરીવાલાની પાછળ પડ્યા હતા. આજે તે ગાયબ હોવાથી ભાજપના ગુંડાઓ તેમને ઉઠાવી ગયા છે. સાથે પરિવાર પણ ગુમ હોવાનું ઈસુદાને કહ્યું હતુ.
भाजपा ‘आप’ से इतनी डरी हुई है की वो गुंडागर्दी पर आ गई है !सूरत ईस्ट से चुनाव लड़ रहे हमारे कंचन जरिवाला के पीछे भाजपा वाले कुछ दिनो से पीछे पड़े हुए थे और आज वो ग़ायब है !माना जा रहा है की भाजपा के गुंडो ने उन्हें उठा ले गए है ! उनका परिवार भी ग़ायब है !भाजपा कितनी गिरेगी ?
— Isudan Gadhvi (@isudan_gadhvi) November 15, 2022
કંચન જરીવાલાએ ફોર્મ પરત ખેંચ્યું
આમ આદમી પાર્ટીએ કંચન જરીવાલાનું અપહરણ થયાનો કર્યો હતો દાવો હતો. જો કે આ બધા આક્ષેપ વચ્ચે કંચન જરીવાલાએ ફોર્મ પરત ખેંચતા હોબાળો મચી ગયો હતો. ફોર્મ પરત ખેંચવા દરમિયાન સર્જાયા ધક્કામુક્કીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. તો આ તરફ હાલ ભાજપે જબરદસ્તી ફોર્મ પરત ખેંચ્યું હોવાનો AAP એ આરોપ લગાવ્યો છે.
ગોપાલ ઇટાલિયાના ભાજપ પર આકરા પ્રહાર
સુરત પૂર્વના આપના ઉમેદવાર કંચન જરીવાલાએ ફોર્મ પરત ખેંચ્યા બાદ આમ આદમી પાર્ટી અને ભાજપના નેતાઓએ એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કર્યા. આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર વાર કરતા ભાજપે જ કંચન જરીવાલાનું અપહરણ કર્યું હોવાનો આક્ષેપ કર્યો. બીજી તરફ ભાજપના વરાછાના ઉમેદવાર કુમાર કાનાણીએ આપ પર પલટવાર કર્યો. તેમણે કહ્યું કે આપના આક્ષેપો પાયાવિહોણા છે અને આ ભાજપને ખોટી રીતે બદનામ કરવાનો પ્રયાસ છે.