Ahmedabad : સિંધુ ભવન રોડ પરથી ઝડપાયું હાઈ પ્રોફાઈલ જુગારધામ, 11 જુગારીની ધરપકડ, જુઓ Video
અમદાવાદમાંથી ફરી એક વાર હાઈ પ્રોફાઈલ જુગાર ધામ ઝડપાયું છે. સિંધુ ભવન રોડ પર હાઈ પ્રોફાઈલ જુગાર ધામને બોડકદેવ પોલીસે ઝડપી પાડ્યું છે. મળતી માહિતી અનુસાર સિંધુ ભવન રોડ પર આવેલા એક બંગલોમાં જુગાર રમાતું હોવાની બાતમીના આધારે બોડકદેવ પોલીસે દરોડા પાડ્યા હતા.

બંગલાના માલિક શેફુ શાહ જુગાર રમાડતો હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત થતી વિગત અનુસાર કોઈનથી જુગાર રમાડતા હતા. જુગારધામમાંથી પોલીસે એક લાખ રોકડા, 6 લકઝુરીયસ ગાડી જપ્ત કરવામાં આવી છે. તેમજ 11 જુગારીની ધરપકડ કરવામાં આવી છે. આનંદનગર પોલીસમાં એક અને ક્રાઈમ બ્રાન્ચ બે ગુના સેફુ શાહ વિરુદ્ધ સટ્ટાના ગુના નોંધાયા છે. આશરે 2 મહિનાથી જુગાર રમાડતા હતા.
અમદાવાદમાંથી ઝડપાયો ડ્રગ્સનો જથ્થો
બીજી તરફ આ અગાઉ અમદાવાદના નારણપુરા વિસ્તારમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. SOGએ 25.68 લાખનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. જૈન દેરાસર નજીક એલીફંટા સોસાયટીના ફ્લેટમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે જીજ્ઞેશ પંડ્યા નામની વ્યક્તિના ઘરમાંથી 256.860 ગ્રામ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં કુલ 7 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. SOGએ પાંચ લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.