Breaking News : નવસારીમાં વાવાઝોડાએ વેર્યો વિનાશ, ભારે પવનથી અનેક ઘરોના ઉડ્યા પતરા, 5 લોકો થયા ઇજાગ્રસ્ત

Breaking News : નવસારીમાં વાવાઝોડાએ વેર્યો વિનાશ, ભારે પવનથી અનેક ઘરોના ઉડ્યા પતરા, 5 લોકો થયા ઇજાગ્રસ્ત

| Edited By: | Updated on: Sep 28, 2025 | 11:41 AM

દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે નવસારીમાં પણ ગત રાતથી જિલ્લામાં મેઘરાજાની ધડબડાટી જોવા મળી છે. ચીખલી, વાંસદા અને ખેરગામમાં વરસાદ સાથે મિની વાવાઝોડ઼ું ફૂંકાયું હતુ.

દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે નવસારીમાં પણ ગત રાતથી જિલ્લામાં મેઘરાજાની ધડબડાટી જોવા મળી છે. ચીખલી, વાંસદા અને ખેરગામમાં વરસાદ સાથે મિની વાવાઝોડ઼ું ફૂંકાયું હતુ. ચીખલીના તલાવચોરા અને વાંસદા શીણગઈમાં પણ ભારે નુકસાન થયું છે. ભારે પવનથી 20થી વધુ ઘરોના પતરા ઉડ્યા છે. જેના પગલે 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે. કેટલાક વિસ્તારોમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. વાવાઝોડા બાદ વહીવટી તંત્રની ટીમ કામે લાગી છે. ગણદેવીના MLA નરેશ પટેલે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી.

વાવાઝોડાએ વેર્યો વિનાશ

ગત રાતથી આજના સવારે 6 વાગે સુધી નવસારી-જલાલપોર અને વાંસદામાં અડધો અંચ વરસાદ પડ્યો છે. તો, ગણદેવીમાં એક ઇંચ, ચીખલીમાં દોઢ ઇંચ અને ખેરગામમાં અઢી ઇંચ વરસાદ પડ્યો છે. તેમજ વાવાઝોડા સાથે વરસાદ હોવાથી તારાજી સર્જાઇ હતી.

ભારે પવનથી 20થી વધુ ઘરોના ઉડ્યા પતરા

ચોમાસુ અંતિમ ચરણોમાં પહોંચ્યું છે. ત્યારે ગતરોજથી દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી, સુરત, વલસાડ અને નવસારી જિલ્લાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. વરસાદની સાથે નવસારીના ચીખલી અને વાંસદા તાલુકામાં મિની વાવાઝોડા જેવી સ્થિતિ નિર્માણ થઈ હતી. ચીખલીના તળાવ ચોરા અને વાંસદાના શીણધઈ ગામે વાવાઝોડાના કારણે 20થી વધુ ઘરોના પતરા ઉડ્યા છે. જેના કારણે 5થી વધુ લોકોને ઈજા થઇ છે. હાલ, આ સ્થિતિને લઇને તંત્રએ સર્વેની કામગીરી હાથ ધરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Sep 28, 2025 11:40 AM