Rain News : ભાવનગર પંથકમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ઘુંટણસમા પાણી ભરાયા, જુઓ Video

|

Sep 11, 2024 | 1:31 PM

હવામાન વિભાગની આગાહી વચ્ચે ભાવનગર પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. ભાવનગરના તલગાજરડાના રતોલ ગામે ધોધમાર વરસાદ વરસ્યો છે. અનેક વિસ્તારોમાં ઘુંટણસમા પાણી ભરાયા છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે ભાવનગર પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. ભાવનગરના તલગાજરડાના રતોલ ગામે ધોધમાર વરસાદ વરસ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્તા અનેક રસ્તા પર ઘુંટણસમા પાણી ભરાયા છે. ત્યારે ટ્રેક્ટર ચાલક જોખમી રીતે પાણીમાંથી પસાર થતા દ્રશ્યો પણ સામે આવ્યા છે. ખેતરોમાં પણ મોટા પાયે વરસાદી પાણી ભરાયા હતા.

કડણા ડેમના 21 દરવાજા ખોલાયા

મહીસાગરમાં ઉપરવાસમાં ભારે વરસાદના પગલે કડણા ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે. જેના પગલે કડણા ડેમના 21 દરવાજા 1.91 મીટર સુધી ખોલાયા છે. મહીસાગર નદીમાં 2 લાખ 30 હજાર 160 ક્યૂસેક પાણી છોડાયું છે. મહીસાગર નદીમાં પાણી છોડાતા નદીનું જળસ્તરમાં વધારો થયો છે.

હાલમાં કડાણા ડેમમાં 1, 79, 328 ક્યૂસેક પાણીની આવક થઈ છે. હાલમાં ડેમની સપાટી 126.72 મીટરની જળસપાટી છે. કડાણા ડેમ હાલ 92.31 ટકા ભરાયેલો છે. ઉપરવાસમાંથી થયેલ ભારે આવકના પગલે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે.

Next Video