આજનું હવામાન : શું ખરેખર સૌરાષ્ટ્ર પરથી સંકટના વાદળ હટ્યા ! જાણો ક્યા અને ક્યારે પડશે વરસાદ, જુઓ Video

આજનું હવામાન : શું ખરેખર સૌરાષ્ટ્ર પરથી સંકટના વાદળ હટ્યા ! જાણો ક્યા અને ક્યારે પડશે વરસાદ, જુઓ Video

| Updated on: Aug 22, 2025 | 1:46 PM

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે. રાજ્યમાં પાછલા દિવસોની સરખામણીએ વરસાદની તીવ્રતામાં આંશિક ઘટાડો થયો છે. આ સાથે જ સૌરાષ્ટ્ર પરથી સંકટના વાદળો હટ્યા હોય તેવું હવામાન વિભાગનું કહેવું છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે. રાજ્યમાં પાછલા દિવસોની સરખામણીએ વરસાદની તીવ્રતામાં આંશિક ઘટાડો થયો છે. આ સાથે જ સૌરાષ્ટ્ર પરથી સંકટના વાદળો હટ્યા હોય તેવું હવામાન વિભાગનું કહેવું છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા સેવી છે. આ સાથે જ કેટલાક વિસ્તારોમાં ભારે તો, કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે.

માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના

હવામાન વિભાગની આગાહી મુજબ 30થી 40 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે. તો કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Aug 22, 2025 07:41 AM