આજનું હવામાન : ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં મેઘરાજા બોલાવશે ધડબડાટી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે. ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહે તેવી આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં 29 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે. ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહે તેવી આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં 29 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આજે અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠામાં ધોધમાર વરસાદની સંભાવના છે. જ્યારે દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં નર્મદા, નવસારી, વલસાડ, દમણનો સમાવેશ થાય છે. તો આગામી 5 દિવસ માછીમારો માટે પણ ચેતવણી જાહેર કરવામાં આવી છે.
અંબાલાલ પટેલે કરી ભારે વરસાદની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલની આગાહી અનુસાર મધ્ય ગુજરાતના ભાગોમાં અતિભારે વરસાદની શક્યતા છે. તો અમદાવાદ, ગાંધીનગરમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે નવસારી, સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ધોધમારના એંધાણ છે. તો આ તરફ બનાસકાંઠા, રાજકોટ, સૌરાષ્ટ્રના ઉત્તર ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે બંગાળના ઉપસાગરમાં હાલ જે સિસ્ટમ સક્રિય બની છે. તે સતત આગળ વધી રહી છે. તેને પગલે મધ્યપ્રદેશ અને ત્યારબાદ મધ્ય ગુજરાતના ભાગોમાં ધોધમાર વરસાદની શક્યતા સેવાઈ રહી છે. જેમ-જેમ આ સિસ્ટમ આગળ વધશે. તેમ-તેમ ભારે વરસાદનું અનુમાન છે. તો ઓગસ્ટમાં પણ ગુજરાતમાં ખૂબ સારા વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે.
