આજનું હવામાન : મેઘરાજા બોલાવશે ધડબડાટી, ગુજરાતના આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી,જુઓ Video

આજનું હવામાન : મેઘરાજા બોલાવશે ધડબડાટી, ગુજરાતના આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી,જુઓ Video

| Updated on: Aug 30, 2025 | 7:39 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. ત્યારે આગામી 7 દિવસ વરસાદી સંકટ રાજ્યમાં જોવા મળી શકે છે. આગામી એક સપ્તાહ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. ત્યારે આગામી 7 દિવસ વરસાદી સંકટ રાજ્યમાં જોવા મળી શકે છે. આગામી એક સપ્તાહ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જ્યારે અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. પરંતુ વીજળીના કડાકા સાથે ભારે પવન ફૂંકાવવાની પણ શક્યતા સેવવામાં આવી છે. ભારે પવન અને વરસાદની સ્થિતિને જોતા દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. આ સાથે જ 7 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના અપાઈ છે.

અંબાલાલ પટેલે કરી ભારે વરસાદની આગાહી

બીજી તરફ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે અમદાવાદ અને ગાંધીનગરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડે તેવી આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે દાવો કર્યો છે કે પાટનગર ગાંધીનગર અને અમદાવાદમાં ભારે વરસાદ વરસી શકે છે. તો કચ્છ, પોરબંદર, જૂનાગઢમાં પણ ભારે વરસાદનું અનુમાન છે. જ્યારે બનાસકાંઠા, મહીસાગર, અરવલ્લીમાં પણ અંબાલાલે વરસાદી સટાસટીની આગાહી કરી છે. મહત્વનું છે કે આગામી 5થી 10 સપ્ટેમ્બરમાં રાજ્યના અનેક ભાગોમાં વરસાદની શક્યતા સેવવામાં આવી છે. એટલું જ નહીં ધોધમાર વરસાદને પગલે નર્મદા, સાબરમતી, તાપી નદીના જળસ્તરમાં વધારો થવાનો પણ અંબાલાલનો દાવો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો