આજનું હવામાન : ગુજરાતના આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો મેઘરાજા ક્યાં બોલાવશે ધડબડાટી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં સારે વરસાદ વરસ્યો છે. ત્યારે કચ્છમાં પણ મેઘકૃપા થઈ છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં સારે વરસાદ વરસ્યો છે. ત્યારે કચ્છમાં પણ મેઘકૃપા થઈ છે. હવે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદ વરસી રહ્યો છે. જો કે આ વરસાદ સામાન્ય છે.
આગામી દિવસોમાં મુશળધાર વરસાદ વિરામ લે તેવી શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 24 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદ યથાવત રહેશે. 27 ઓગસ્ટથી લઈને 31 ઓગસ્ટ સુધી રાજ્યમાં ધોધમારનો બીજો એક રાઉન્ડ આવી શકે છે. આગામી દિવસોમાં રાજ્યમાં મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાતમાં મુશળધાર મહેર જોવા મળશે.
અંબાલાલ પટેલે ભારેથી અતિભારે વરસાદની આગાહી
બીજી તરફ અંબાલાલ પટેલની આગાહી અનુસાર આગામી 23થી 26 ઓગસ્ટ ઉત્તર ગુજરાતમાં મેઘો અનરાધાર વરસી શકે છે.ઉત્તર ગુજરાતના અનેક શહેરોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. તો સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા અંબાલાલે વ્યક્ત કરી છે. જ્યારે 27 અને 28 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં મેઘો ધડ઼બડાટી બોલાવશે. જ્યારે રાજ્યના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ પણ સર્જાવાની આગાહી અંબાલાલે વ્યક્ત કરી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
