આજનું હવામાન : ગુજરાત પર 2 સિસ્ટમ સક્રિય ! વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, જુઓ Video

આજનું હવામાન : ગુજરાત પર 2 સિસ્ટમ સક્રિય ! વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, જુઓ Video

| Updated on: Sep 09, 2025 | 7:58 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. આગામી 6 દિવસ સુધી સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે 14 સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. આગામી 6 દિવસ સુધી સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે 14 સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધોધમાર વરસાદ પડે તેવી શક્યતા છે. આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત 2 સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદ વરસ્યો છે.

વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી

ઉલ્લેખનીય છે કે આગામી 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી પણ આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ અને કચ્છમાં આજે અતિભારે વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે. તેમજ આગામી 48 કલાક વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસી શકે છે.

આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. આ ઉપરાંત ગુજરાતના દરિયાકાંઠે LCS-3 લગાવ્યું છે. જો કે હાલમાં 2 સિસ્ટમ સક્રિય થતા ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ પૂર્વ પાકિસ્તાન અને કચ્છ પર ડીપ ડિપ્રેશન અને મોન્સૂન ટ્રફ સક્રિય હોવાના કારણે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો