Valsad Rain : પારડીના પલસાણાની ગંગાજી ખાડીમાં કારચાલક તણાયો, સ્થાનિકોએ કર્યું રેસ્ક્યૂ – જુઓ Video

|

Jul 13, 2024 | 4:55 PM

વલસાડમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વલસાડ જિલ્લાના પારડીના પલસાણાની ગંગાજી ખાડીમાં કારચાલક તણાયો હોવાની ઘટના બની હતી. સ્થાનિકોને ઘટનાની જાણ થતા તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા.

વલસાડમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વલસાડ જિલ્લાના પારડીના પલસાણાની ગંગાજી ખાડીમાં કારચાલકનું રેસ્ક્યૂ કરવામાં આવ્યુ છે. ઉપરવાસમાં ભારે વરસાદ પડતા ગંગાજી ખાડીના નાના પુલ પર પાણી ફરી વળ્યાં હતા. જેના પગલે રસ્તા પર રસ્તો બંધ હોવાના બેરીકેડ માર્યા હોવા છતાં કારચાલક પુલ પરથી પસાર થતો હતો. ત્યારે પુલ પર ફસાયો હતો. ઘટનાની જાણ થતા તાત્કાલિક સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ JCB મારફતે કારચાલકને મોતના મુખમાંથી બહાર કાઢ્યો હતો.

મધુબન ડેમના ચાર દરવાજા ખોલ્યા

બીજી તરફ ઉપરવાસમાં ભારે વરસાદ પડતા મધુબન ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. મધુબન ડેમના ચાર દરવાજા 0.5 મીટર ખોલવામાં આવ્યા છે. મધુબન ડેમમાં 14,216 ક્યુસેક પાણીની આવકથી 7288 ક્યુસેક પાણી છોડાયું છે. ડેમમાંથી પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું છે. જેના પગલે તંત્રએ નદીના નીચાણવાળા વિસ્તારમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ મુક્યો છે. આ સાથે જ માછીમારોને માછીમારી ન કરવા સૂચના આપવામાં આવી છે.

Next Video