Rain News : છેલ્લા 24 કલાકમાં 129 જિલ્લામાં વરસ્યો વરસાદ, સૌથી વધુ તાપીના ડોલવણમાં 6.34 ઈંચ વરસાદ ખાબક્યો, જુઓ Video
હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 129 તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ તાપીના ડોલવણમાં 6.34 ઈંચ વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 129 તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ તાપીના ડોલવણમાં 6.34 ઈંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત પંચમહાલના શહેરામાં 5.51 ઈંચ વરસાદ વરસ્યો છે. તેમજ 30 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. તો 13 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના કારણે કેટલાક વિસ્તારોમાં જળમગ્ન બન્યા છે. તાપીના ડોલવણમાં 6.34 ઈંચ વરસાદ ખાબકતા રોડ પર નદીઓ વહેતી થઈ હતી. જેના કારણે નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પાણી ઘુસી જતા ઘરવખરીને નુકસાન થયું હતુ.
અંબાલાલ પટેલે ભારે વરસાદની કરી આગાહી
બીજી તરફ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે અમદાવાદ અને ગાંધીનગરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડે તેવી આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે દાવો કર્યો છે કે પાટનગર ગાંધીનગર અને અમદાવાદમાં ભારે વરસાદ વરસી શકે છે. તો કચ્છ, પોરબંદર, જૂનાગઢમાં પણ ભારે વરસાદનું અનુમાન છે. જ્યારે બનાસકાંઠા, મહીસાગર, અરવલ્લીમાં પણ અંબાલાલે વરસાદી સટાસટીની આગાહી કરી છે. મહત્વનું છે કે આગામી 5થી 10 સપ્ટેમ્બરમાં રાજ્યના અનેક ભાગોમાં વરસાદની શક્યતા સેવવામાં આવી છે. એટલું જ નહીં ધોધમાર વરસાદને પગલે નર્મદા, સાબરમતી, તાપી નદીના જળસ્તરમાં વધારો થવાનો પણ અંબાલાલનો દાવો છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
