આજનું હવામાન : આગામી 24 કલાક ગુજરાત માટે ભારે ! રાજ્યના આ વિસ્તારોમાં અતિભારે વરસાદ, જુઓ Video

આજનું હવામાન : આગામી 24 કલાક ગુજરાત માટે ભારે ! રાજ્યના આ વિસ્તારોમાં અતિભારે વરસાદ, જુઓ Video

| Updated on: Jul 16, 2025 | 7:59 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. આગાહી અનુસાર આગામી 24 કલાક ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. આગાહી અનુસાર આગામી 24 કલાક ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. બનાસકાંઠા, સાબરકાંઠા, નર્મદા, તાપી,ડાંગ, નવસારી, વલસાડમાં ભારે વરસાદ ખાબક્યો છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે 17 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે.

અંબાલાલ પટેલે ભારેથી અતિભારે વરસાદની કરી આગાહી

બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 18 થી 20 જુલાઇ એટલે કે સપ્તાહના અંતે વરસાદ વિરામ લઇ શકે છે. આ સમયગાળા દરમિયાન વરસાદની શક્યતા ઓછી છે. જો કે 26 થી 30 જુલાઇ બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે. જેના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. જેમાં મહીસાગર, પંચમહાલ, અરવલ્લી, દાહોદ, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદ વરસી શકે છે.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો