Tapi News : ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ઉકાઈ ડેમમાં પાણીની આવક, 14 દરવાજા ખોલાયા, જુઓ Video

Tapi News : ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ઉકાઈ ડેમમાં પાણીની આવક, 14 દરવાજા ખોલાયા, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 03, 2024 | 1:31 PM

ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબક્તા તાપીના ઉકાઈ ડેમમાં ફરી પાણીની આવક શરુ થતા ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી છે. ઉકાઈ ડેમના કેચમેંટ એરિયામાં ભારે વરસાદના કારણે 1,47,262 ક્યુસેક પાણીની આવક થઈ છે.

ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબક્તા તાપીના ઉકાઈ ડેમમાં ફરી પાણીની આવક શરુ થતા ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી છે. ઉકાઈ ડેમના કેચમેંટ એરિયામાં ભારે વરસાદના કારણે 1,47,262 ક્યુસેક પાણીની આવક થઈ છે. ડેમમાંથી 1 લાખ 63 હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.

ડેમના 14 ગેટ ખોલી પાણી તાપી નદીમાં છોડાયુ છે. 12 ગેટ 6 ફૂટ અને 2 ગેટ 7 ફૂટ સુધી ખોલાયા છે. નદી કિનારેના લોકોને સાવચેતીના ભાગરુપે ગામોને એલર્ટ કરાયા છે. હાલ ઉકાઈ ડેમની સપાટી 336.22 ફૂટ પર પહોંચી છે. જ્યારે ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે.

નર્મદા ડેમના 15 દરવાજા ખોલાયા

બીજી તરફ ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થયો છે. નર્મદા ડેમની જળ સપાટી 134.73 મીટર પર પહોંચી છે. નર્મદા ડેમમાંથી પાણીની આવક વધતા ડેમના 15 દરવાજા 2 મીટર ખોલવામાં આવ્યા છે. દરવાજા ખોલી 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે. પાવર હાઉસ મારફતે 45 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડયુ છે. નદીમાં કુલ 2 લાખ 45 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે. નર્મદા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 17 ઈંચ વરસાદ વરસ્યો છે.

Published on: Sep 03, 2024 01:14 PM
g clip-path="url(#clip0_868_265)">