વીજળીના કડાકા-ભડાકા સાથે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ, જુઓ Video

|

Jun 23, 2024 | 7:02 PM

અમરેલી, રાજકોટ, જામનગર સહિતના જિલ્લાઓમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ મેઘરાજાની સવારી આવી પહોંચી છે. જસદણ તાલુકાના સાણથલીમાં 2 ઈંચ જેટલો વરસાદ ખાબકતા નદીમાં પુર આવ્યું છે. સારો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. તો લોકોને ગરમીથી રાહત મળી છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. અમરેલી, રાજકોટ, જામનગર સહિતના જિલ્લાઓમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ મેઘરાજાની સવારી આવી પહોંચી છે. જસદણ તાલુકાના સાણથલીમાં 2 ઈંચ જેટલો વરસાદ ખાબકતા નદીમાં પુર આવ્યું છે. તો આટકોટ જંગવડ વીરનગર દેવપરા સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો.

અમરેલીની વાત કરીએ તો, ધારી, રાજુલા, લાઠી, આંબરડી અને દહિડા સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થયું છે. ભારે વરસાદના કારણે સાવરકુંડલાની નાવલી નદીમાં નવા નીર આવ્યા છે. સારો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. તો લોકોને ગરમીથી રાહત મળી છે.

જૂનાગઢ શહેર અને જિલ્લામાં પણ વરસાદે જમાવટ કરી છે. જૂનાગઢ શહેરમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. જૂનાગઢ શહેર ઉપરાંત માળીયા હાટીના, જલંધર, માતરવાણીયા, અમરાપુર સહિત આજુબાજુ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. તો જૂનાગઢના ગ્રામ્યો વિસ્તારોમાં વરસાદે રમઝટ બોલાવી છે. વંથલી, જેવડી સહિતના ગામમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદના આગમંનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.

Next Video