Rain in Navsari: નવસારીમાં ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા-Video
Navsari Rainfall: નવસારીમાં સવારથી જ ભારે વરસાદ વરસ્યો હતો. સવારે 2 કલાકમાં જ 9 ઈંચ વરસાદ વરસ્યો હતો. જેને લઈ નવસારી શહેરમાં અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ જવા પામ્યા હતા. ભારે વરસાદને લઈ શહેરમા અનેક રસ્તાઓ બંધ થઈ ગયા હતા.
નવસારીમાં સવારથી જ ભારે વરસાદ વરસ્યો હતો. સવારે 2 કલાકમાં જ 9 ઈંચ વરસાદ વરસ્યો હતો. જેને લઈ નવસારી શહેરમાં અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ જવા પામ્યા હતા. ભારે વરસાદને લઈ શહેરમા અનેક રસ્તાઓ બંધ થઈ ગયા હતા. રસ્તાઓ પર પાણી ભરાઈ જવાને લઈ રસ્તાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ધોધમાર વરસાદને લઈ રસ્તાઓ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો અને લોકોએ અવરજવર કરવાને લઈ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
રસ્તાઓ પર ટ્રાફિક જામને લઈ શાળાએ જતા વિદ્યાર્થીઓ અને હોસ્પિટલ લઈ જવાતા દર્દીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે પોલીસે સ્થિતીને જોઈ વહેલી સવારથી જ શહેરમાં વરસતા વરસાદ વચ્ચે ટ્રાફિકને હળવો કરવા અને ડાયવર્ટ કરવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. એસપી દ્વારા પણ ટ્રાફિકની સ્થિતીને હળવી રાખવા અને લોકોને પાણી ભરાયેલા રસ્તાઓને ડાયવર્ટ કરવા સહિત ટ્રાફિક નિયમનને સરળ કરવા માટે ત્વરીત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેને લઈ વરસતા વરસાદમાં પોલીસ અને ટ્રાફિક જવાનો ફરજ બજાવતા જોવા મળી રહ્યા હતા.
ઈનપુટ-નિલેશ ગામીત