આજનું હવામાન : આજે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા માટે આપી સૂચના, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. હવામાન વિભાગે રાજ્યમાં છુટાછવાયા અને મધ્યમથી હળવા વરસાદી ઝાપટા પડશે. જો કે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની પણ શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. હવામાન વિભાગે રાજ્યમાં છુટાછવાયા અને મધ્યમથી હળવા વરસાદી ઝાપટા પડશે. જો કે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની પણ શક્યતા છે. મહત્વનું છે અત્યાર સુધી રાજ્યમાં સામાન્યથી 112 ટકા વધુ વરસાદ વરસી ચૂક્યો છે.જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સિઝનનો 50 ટકા વરસાદ વરસ્યો છે. તેમજ આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો સૌરાષ્ટ્ર, કચ્છમાં 12 અને 13 જુલાઈએ ભારે વરસાદનું અનુમાન છે.જ્યારે સ્થિતિને જોતા આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી કરી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર મધ્ય-દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે. મહીસાગર અને પંચમહાલના કેટલાક ભાગોમાં વરસાદ પડે તેવી આગાહી છે.
ભરૂચ અને ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં વરસાદી માહોલ રહે તેવી આગાહી કરવામાં આવી છે. તેમજ કચ્છ અને સાબરકાંઠાના ભાગોમાં પણ વરસાદી માહોલ રહે તેવી સંભાવના છે. આ ઉપરાંત 15 જુલાઇ સુધી સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ રહે તેવી સંભાવના છે. 24થી 30 જુલાઇ સુધી રાજ્યના અનેક ભાગોમાં વરસાદ રહે તેવી શક્યતા છે. 2થી 8 ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ રહે તેવી શક્યતા છે.
