આજનું હવામાન : દિવાળીની ઉજવણીમાં વરસાદનું વિઘ્ન !અનેક વિસ્તારોમાં તોફાની વરસાદની આગાહી, જુઓ Video
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને ફરી એક વાર આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવા વરસાદની આગાહી કરી છે. હળવા ભેજને લીધે 22 ઓકટોબર સુધી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને ફરી એક વાર આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવા વરસાદની આગાહી કરી છે. હળવા ભેજને લીધે 22 ઓકટોબર સુધી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ડાંગ, વલસાડના વિવિધ વિસ્તારોમાં વરસાદના એંધાણમાં વ્યક્ત કરવામાં આવ્યા છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર બંગાળના ઉપ સાગરમાં વાવાઝોડું રચાશે. ઓકટોબરના અંતમાં દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં તોફાની વરસાદની આગાહી !
બીજી તરફ નવેમ્બર મહિનામાં રાજ્ય અને દેશના વાતાવરણમાં પલટાના એંધાણ જોવા મળ્યા છે. નવેમ્બરમાં અનેક વિસ્તારોમાં માવઠાની શક્યતા વ્યક્ત કરી છે. જો કે ભરશિયાળા ચોમાસા જેવી સ્થિતિનો માહોલ સર્જાઈ શકે છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર અરબ સાગર, બંગાળના ઉપસાગરના તોફાનને લીધે ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
