આજનું હવામાન : ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં ક્યું એલર્ટ અપાયું, જુઓ Video

આજનું હવામાન : ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં ક્યું એલર્ટ અપાયું, જુઓ Video

| Updated on: Jun 24, 2025 | 7:45 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ધોધમાર વરસાદ ખાબકે તેવી શક્યતા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ધોધમાર વરસાદ ખાબકે તેવી શક્યતા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, ખેડામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચમાં ભારે વરસાદીની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

અંબાલાલ પટેલે ભારે વરસાદની કરી આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડે તેવી શક્યતા છે. 25 જૂન સુધી રાજ્યનાં વિવિધ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ અને ઉતર ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.

વડોદરા અને મહીસાગર વિવિધ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાબરકાંઠા, પંચમહાલ અને અરવલ્લીમાં ધોધમાર વરસાદની શક્યતા છે. તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટા છવાયા વરસાદ સાથેની આગાહી કરવામાં આવી છે. 26 જૂનથી જૂલાઇની શરૂઆત સુધી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો